Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં....

સિવિલ હોસ્પિટલમાં પણ ઉપસ્થિત રહ્યા

અમદાવાદ, તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની યાત્રાએ આવી પહોંચ્યા હતા. બે દિવસની યાત્રાએ પહોંચ્યા બાદ આજે સવારથી જ જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં મોદી પહોંચ્યા હતા જ્યાં જામનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મોદીની ગુજરાત યાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.

*    વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસની યાત્રાએ પહોંચ્યા

*    ગુજરાત યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના જામનગર ખાતેથી કરી

*    જામનગરમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં હોસ્પિટલ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું

*    ગુરુગોવિંદસિંહ હોસ્પિટલ દેશને સમર્પિત કરી જેમાં ૭૫૦ બેડની વ્યવસ્થા છે

*    જામનગરમાં પીજી હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું

*    જામનગર બાદ મોદી જાસપુર ખાતે ઉમિયાધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા

*    મંદિરના પ્રોજેક્ટ અંગે માહિતી મેળવીને સભા સ્થળે પણ પહોંચ્યા

*    સભા સ્થળ પર લાખોની સંખ્યામાં પાટીદાર સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા

*    પાટીદાર સમુદાયના લોકો મોદી પહોંચ્યા ત્યારે ભારત માતા કી જયના નારા લગાવ્યા

*    ઉમિયાધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહ્યા

*    વિશ્વ ઉમિયાધામના ટોચના લોકો પણ ઉપસ્થિત રહ્યા

*    છ મહિના બાદ વિદેશની ધરતી ઉપર જઇને જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઉમિયાધામની તૈયારી

*    ૬૫૦ વિઘામાં ઉમિયાનગરનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી

*    ઉમિયાધામના કાર્યક્રમ બાદ મોદી અમદાવાદમાં મેટ્રોના ઉદ્ઘાટન માટે પહોંચ્યા

*    મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

*    અમદાવાદના બીજા તબક્કા માટે શિલાન્યાસની વિધિ કરી

*    પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન બાદ મોદી અને રૂપાણી તથા નીતિન પટેલે મેટ્રોની મુસાફરી કરી

*    મેટ્રોના લોકાર્પણ બાદ મોદી અમદાવાદના અસારવામાં સિવિલ હોસ્પિટલમાં વિવિધ કાર્યક્રમોમાં પહોંચ્યા

*    સિવિલમાં ૧૨૦૦ બેડની ચાર બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું

*    ન્યુ સિવિલ હોસ્પિટલનું ૧૪૫૦ કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે

*    ૧૧૦ એકર જમીનમાં બનેલી હોસ્પિટલમાં હાર્ટ, કિડની, આંખ, ડેન્ટલ અને કેન્સર જેવા સ્પેશિયાલિસ્ટ વિભાગો બનાવાયા

(8:53 pm IST)