Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

કરજણ-આમોદ માર્ગ પર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા ત્રણ લોકોને ઇજા:મહિલા ગંભીર

અકસ્માત સર્જનાર કાર ચાલક કાર સ્થળ પર છોડી ફરાર

વડોદરા :કરજણ -આમોદ માર્ગ ઉપર મિયાગામ કેનાલ પાસે હિટ એન્ડ રનના બનાવમાં એક કાર ચાલકે બે બાઇકને અડફેટે લેતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેફામ બનેલા કાર ચાલકે બાઇક પર સવાર થઇ જઇ રહેલા ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા કારને પણ નુકસાન થવા પામ્યું હતું.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ત્રણ ઇજાગ્રસ્તોમા એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ હોવાની માહિતી સાંપડી છે. જેમાં ઇજા પામનાર મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર કાર ચાલક કાર સ્થળ પર છોડી ફરાર થઇ ગયો હતો. પોલીસે હોસ્પિટલની વર્ધિના આધારે ફરાર કાર ચાલકની તપાસ હાથ ધરી છે.

(7:30 pm IST)