Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે હાઇકમાન્ડની લાલઆંખ :છ હોદેદારો સસ્પેન્ડ :60 નેતાઓને નોટીસ ફટકારાઇ

ડાંગના મુકેશ પટેલ, હિંમતનગરના રણજિતસિંહ સોલંકી, બનાસકાંઠા કોંગ્રેસના મહાસચિવ મેલાજી ઠાકોર, ભાવનગર કોર્પોરેટર ગીતાબેન મેર અને દહેગામના જગતસિંહ ચૌહાણને હાંકી કઢાયા

 

અમદાવાદ ;પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ હાઇકમાન્ડે આકરી કાર્યવાહી કરતા હોદેદારોને સસ્પેન્ડ કર્યા છે જયારે અત્યાર સુધીમાં 60 નેતાઓને નોટીસ ફટકારાઇ છે તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર હોદેદારોને બહારનો રસ્તો બતાવી દેવાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીથી અા મામલો ગરમાયેલો હતો. જેની સામે કાર્યવાહી નહીં કરાયાના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે પણ અાક્ષેપો થયા હતા.ત્યારે બાબતે કોંગ્રેસ હાઈકમાન્ડે લાલઅાંખ કરી હતી.

 

  કોંગ્રેસે ડાંગના મુકેશ પટેલ, હિંમતનગરના રણજિતસિંહ સોલંકી, બનાસકાંઠા કોંગ્રેસના મહાસચિવ મેલાજી ઠાકોર, ભાવનગર કોર્પોરેટર ગીતાબેન મેર અને દહેગામના જગતસિંહ ચૌહાણને સસ્પેન્ડ કર્યા છે અને અાગામી દિવસોમાં પણ ઘણા નેતાઅોને કોંગ્રેસમાંથી કાઢી મુકાય તેવી શક્યતા છે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી કામગીરી બદલ કોંગ્રેસના 14 હોદેદ્દારોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં મહાપાલિકાના વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમના બે સહયોગીઓને પણ નોટીસ મળી છે. જોકે દિનેશ શર્માએ પક્ષ તરફથી કોઈ નોટીસ મળ્યા અંગેની વાતનો ઈન્કાર કર્યો હતો.
   
કોંગ્રેસે માતરના કાલીદાસ પરમાર, નાંદોદના હરેશ વસાવા, જયંતીભાઇ વસાવા અને દિનેશ તડવી. બાયડના કમલેન્દ્રસિંહ પુવાર, બાપુનગરના દિનેશ શર્મા, અમિત નાયક અને જીમ્મી શર્મા, તલાલાના હિરભાઇ જોટવા, દસાડાના ગીરીશભાઇ ડોડીયા અને સુફીયાન મલેક, વઢવાણના મનુભાઇ પરમારને નોટિસ અપાઈ છે. કડીના પ્રવિણ પરમાર અને મહુવાના પ્રવિણભાઇ વાળાને નોટીસ ફટકારી છે.
   
કોંગ્રેસમાં સહયોગીઅોને સાચવી લેવા બાબતે રાહુલ ગાંધીઅે પણ ફટકાર લગાવી છે. હવે અેકાઅેક નોટિસ ફટકારવાના બનાવથી કોંગ્રેસમાં પણ હલચલ જામી છે. વિધાનસભામાં અેક જૂટ થઈને લડવાનું અાહવાન છતાં કેટલાક કોંગ્રેસીઅોઅે ભાજપને અાડકરતી રીતે મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. નેતાઓને સાતથી પંદર દિવસમાં ખુલાસો આપવા કહેવાયુ છે. અગાઉ ૪૬ નેતાઓને નોટિસ અપાઇ હતી. જેમાં ત્રણે રાજીનામા આપ્યા હતા. જ્યારે કે ર૦ નેતાઓને લેખિત જવાબ આપ્યો હતો.

(1:10 am IST)