Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સુરતમાં જાહેરમાં હથિયાર સાથે ફરતી લેડીડોન સામે તપાસના આદેશ

ગમે તેવા ચમરબંધીને પણ નહીં છોડવાની પોલીસ કમિશનર સતીશ શર્માની ખાતરી

સુરત ;સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં હથિયાર લઈને ફરતી યુવતીનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને તપાસના આદેશ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાનું કોઇ અસ્તિત્વ નથી તેની પ્રતીતિ કરાવતો વડીઓમાં એક ખૂબસુરત હસીના જાહેરમાં ખુલ્લા હથિયાર લઇને ફરી રહી છે. લેડી ડોનએ શહેરમાં એવો તો ખૌફ જમાવ્યો છે કે જ્યાંથી પસાર થાય ત્યાં સન્નાટો વ્યાપી જાય છે.

શહેરમાં સરેઆમ આતંક મચાવતી યુવતીની ઘટના સામે આવવાને પગલે પોલીસ કમિશનર સતીષ શર્માએ પણ તપાસના આદેશ કર્યા છે અને ગમે તેવા ચમરબંધીને પણ નહીં છોડવાની ખાતરી આપી છે.

(12:18 am IST)