Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અમદાવાદમાં ફ્રી વાઇફાઇ સેવા શરુ :સર્વર ડાઉન હોવાથી સમય બગડતો હોવાની બૂમ !

બીઆરટીએસના 145 બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ ફ્રી વાઈફાઈ સેવા

 

અમદાવાદ ;અમદાવાદમાં મફત વાઇફાઇ સેવાનો પ્રારંભ થયો છે મહાનગર પાલિકા દ્વારા  સરકારી હોસ્પિટલ, કોર્પોરેશનની ઝોનલ કચેરી અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સવાર 6 થી 11 વાગ્યા સુધી સેવા કરાઈ છે જોકે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર વાઈફાઈ સેવા ધીમી હોવાની બૂમ ઉઠી છે વર્ષે ફ્રી વાઈફાઈ સેવા આપવાથી મહાપાલિકાના માથે 60 લાખનો બોજ પડવાનો છે.

 

  અમદાવાદ મહાપાલિકાએ જનમિત્ર વાઈફાઈ યોજના શરૂ કરી છે. જેમાં બીઆરટીએસના 145 બસ સ્ટેન્ડ સહીત મહાપાલિકની  6 ઝોનલ કચેરી,વી.એસ.એલ.જી., શારદાબેન અને નગરી આઈ હોસ્પિટલ, ખોખરા ડેન્ટલ કોલેજ, એન.એચ.એલ. મેડિકલ કોલેજ તથા એમ. જે. લાઈબ્રેરી ખાતેવાઈફાઈસુવિધાનો લાભ લોકો મેળવી રહ્યા છે.જનમિત્ર કાર્ડ ધરાવનારના મોબાઈલ મ્યુનિ. રેકોર્ડ અને સેવાઓ સાથે લિન્ક છે. જ્યારે જનમિત્ર કાર્ડ નહીં ધરાવનારને 1 એમપીબીએસ સ્પીડનો લાભ મળશે. ‘અનલિમિટેડ ફ્રી વાઈફાઈસુવિધાનો દુરૂપયોગ થાય તે માટે ઓટીપી લેવો ફરજિયાત  છે. નાગરિકોને સુવિધા પૂરી પાડવા મહિને 5 લાખનો ખર્ચ અને વર્ષે.60 લાખનો ખર્ચ થશે. શહેરના 145 બીઆરટીએસ જંક્શન ખાતે ઓપ્ટિકલ ફાઈબર નાંખેલા હોવાથી ફક્ત 15 દિવસમાં ફ્રી વાઈફાઈ સુવિધાની કામગીરી પૂરી કરી શકાઈ છે.

અમદાવાદમાં લાખો રૂપિયાના ખર્ચે સવારે 6 થી 11 વાગ્યા સુધી ફ્રી વાઈફાઈ સુવિધા શરૂ તો થઈ છે. જોકે તેમાં સામાન્ય માણસોને વાપરવા મળતી સ્પીડ અને તે કેટલુ કાર્યદક્ષ હોવું જરૂરી છે જેમાં સર્વર ડાઉન હોવાથી સમય ઘણો વ્યતિત થતો હોવાની બૂમ ઉઠી છે અને જ્યારે ઓટીપી નંબર મળતા તેનાથી વાઈફાઈ ઉપયોગ કરવાનો ત્રણ ત્રણ વખત પ્રયાસ કરવા છતાં સફળતા મળી હતી તેવી પણ ફરિયાદ ઉઠવા પામી છે

(12:01 am IST)