Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

તમામ જિલ્લામાં ચેરિટી તંત્રની નવી કચેરી બનશે

રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે

અમદાવાદ,તા.૫: કાયદા રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ૩.૪૫ લાખ ટ્રસ્ટો સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલા છે ત્યારે આ ટ્રસ્ટોના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યના દરેક જિલ્લામાં ચેરીટી તંત્રની નવી કચેરીઓના નિર્માણ તથા મહેકમ ઉભું કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિધાનસભા ખાતે ચેરીટી તંત્રની વડી કચેરી વસ્ત્રાપુર ખાતે ખસેડવાના પ્રશ્ન પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, વસ્ત્રાપુર ખાતે ૧.૫૯ કરોડના ખર્ચે ૧૧ હજાર ચો.મી જગામાં નવીન કચેરી બનાવાઈ છે. જેમાં ચેરીટી કમિશનર, સંયુક્ત ચેરીટી કમિશનર, નાયબ ચેરીટી કમિશ્નર સહિત વિવિધ અધિકારીઓ બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. કચેરી ખાતે પક્ષકારો-વકીલો બેસી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.

(11:27 pm IST)