Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સાબરકાંઠામાં બે વર્ષમાં ૯૮ ચેકડેમ બની ગયા છે

૧૩ વન્ય તલાવડીનું પણ નિર્માણ

અમદાવાદ,તા.૫: સાબરકાંઠા જિલ્લામાં તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં કુલ ૯૮ ચેકડેમ અને ૧૩ વન તલાવડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે કુલ ૨૩૧.૨૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં કુલ ૪૬,૫૯૨ માનવદિનની રોજગારી આપવામાં આવી છે, તેમ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ચેકડેમ અને વન તલાવડી અંગેના પુછેલા પ્રશ્નો પ્રત્યુત્તર આપતા રાજ્ય વન મંત્રી રમણભાઈ પાટકરે જણાવ્યું હતું. ચેકડેમ અને વન તલાવડીમાં વર્ષ ૨૦૧૬-૧૭માં હિંમતનગર તાલુકામાં ૨૦,૫૫૧ માનવદીન, વડાલી તાલુકામાં ૨૩૭૫ માનવદિન, વિજયનગર તાલુકામાં ૨૩૯૧ માનવદિન ખેડબ્રહ્મા તાલુકામાં ૬૫૭૨ માનવદિન અને પોશીના તાલુકામાં ૮૬૮૭  માનવદિન જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં વિજયનગર તાલુકામાં ૧૮૭૧ માનવદિન, ખેડબ્રહ્મા તાલુકામાં ૧૪૭૦ માનવદિન તેમજ પોશીના તાલુકામાં ૨૬૭૫ એમ બે વર્ષમાં કુલ ૪૬,૫૯૨ માનવદિનની રોજગારી આપવામાં આવી છે, તેમ રાજ્યમંત્રી પાટકરે ઉમેર્યું હતું. જે તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ચેકડેમ અને વન તલાવડીનું નિર્માણ કરવામાં આવે છે. ૫ લાખ સુધીના ચેકડેમ વિભાગ દ્વારા ૫ લાખથી વધુના ચેકડેમ કાર્યપાલક ઈજનેર દ્વારા તેમજ ૫૦ લાખથી વધુના ચેકડેમ માટે ઇ-ટેન્ડરથી ભાવ મંગાવીને તૈયાર કરવામાં આવે છે, તેમ રાજ્ય મંત્રી રમણભાઈ પાટકરે કહ્યું હતું.

(11:24 pm IST)