Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અયોગ્ય વ્યવસ્થાથી ગુજરાત દેવાળીયું બનવા દિશામાં છે

અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ધાનાણીના પ્રહારઃ ભાજપના સતત ૨૨ વર્ષના શાસનમાં રાજ્યનો વિકાસ દર ક્યારે બે આંકડા સુધી પહોંચ્યો નથી : પરેશ ધાનાણી

અમદાવાદ,તા.૫: ગુજરાત રાજયનાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપના સતત ૨૨ વર્ષના શાસનમાં નાણાની અયોગ્ય વ્યવસ્થાના કારણે ગુજરાત દેવાળિયુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભાજપના શાસનકાળમાં ગુજરાતનો વિકાસ દર ક્યારે બે આંકડામાં પહોંચ્યો નથી. રાજ્ય વિકાસદરના આંકડાઓ સાથે ચેડા કરી બે આંકડામાં દર્શાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. રાજ્યનું દેવું અને વ્યાજ ચુકવવા માટે તેટલી જ રકમની નવી લોનો લેવા રાજ્ય સરકારે મજબુર થવું પડે છે. ૨૦૧૮-૧૯નું બજેટ દિશાહિન અને સામાન્ય માણસોની સમસ્યામાં વધારો કરશે.  ધાનાણીએ સણસણતા સવાલો ઉભા કરી, સત્તાપક્ષને ચાબખા માર્યા હતા. ચર્ચાની શરૃઆત કરતા જણાવ્યું કે, આ દેશે એક કુશળ અર્થશાસ્ત્રી આપ્યા એ ચાણક્ય, ચાણક્યે કહ્યું છે કે, કોઈપણ સુશાસન માટે એના નાણાની સુયોગ્ય વ્યવસ્થા એ પાયાનો સિધ્ધાંત છે. જો લોકોનાં પરસેવાની કમાણીમાંથી ઉઘરાયેલા કરવેરા, એનો ખર્ચ લોકોની સુખાકારી માટે લોકોનાં ભવિષ્યનાં પથને સુશકત, સમૃધ્ધ બનાવા માટે થાય તો એ વિકાસનાં ફળ સર્વાંગી વિકાસ નાં સ્વપ્નને સાકાર કરે અને રાજ્ય હોય કે રાષ્ટ્ર આગળ ધપતું હોય છે. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ૧૯૬૦માં બનેલુ ગુજરાત ૧૯૬૦થી ૧૯૯૫ સુધીની બિન ભાજપી સરકારોએ કરેલો વહીવટથી આ ગુજરાત જ્યારે બન્યુ. આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આ દેશમાં સોયનું પણ ઉત્પાદન નહોતું થતું. સફળ વહીવટથી દેશ મંગળ પર યાન મોકલી શકયું. કોંગ્રેસની સરકારોએ ટાંચા સાધનો અને ઓછી નાણાકીય આવકો છતાં, નાણાની સુયોગ્ય વ્યવસ્થા સહિતનાં આયોજનનાં કારણે વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચત્તમ સફળતાનાં શિખરો સુધી પહોંચાડવામાં ખુબજ મહત્વનું યોગદાન આપેલું છે. તત્કાલીન સરકારોએ પ્રજાની તિજોરીમાંથી ખર્ચ થતો દરેક રૃપિયો પ્રથમ માણસનાં જીવનને સલામત બનાવે, દ્ધિતીય સામાન્ય માણસની પ્રાથમિક જરૃરિયાતો પુરી પાડે, અને તૃતિય માણસનાં વિકાસનાં જીવનને સલામત બનાલે, દ્ધિતીય સામાન્ય માણસની પ્રાથમિક જરૃરિયાતો પુરી પાડે.

(11:05 pm IST)