Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

દાંતા પંથકમાં કુદરતી હાજતે ગયેલ યુવતીને જંગલમાં ઉપાડી જઈ બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું ;યુવતી બેભાન હાલતમાં મળી

બૂમો પાડીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી: વિરોધ કરતા માથામાં બોથડ પ્રદાર્થ મારી બળાત્કાર કર્યો

 

દાંતા પંથકમાં કુદરતી હાજતે જવા ગયેલ યુવતીને જંગલમાં ઉપાડી જઈને બે શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવા જતા યુવતીએ વિરોધ કરતા માથા પર બોથડ પદાર્થ મારી બન્ને શખ્સોએ બળાત્કાર ગુજારી ભાગી છુટ્યા હોવાની અને તેણીની બેભાન હાલતમાં પડેલ હોવાની જાણ થતા તેના પરીવારજનોએ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને અંગે પોલીસવડા સમક્ષ લેખિતમાં રજુઆત કરાઈ હતી

  અંગેની વિગત મુજબ દાંતા પંથકમાં એક ગામની યુવતીને વિક્રમ અને સંજય નામના બે શખ્સોએ યુવતી કુદરતી હાજતે જવા ગઈ હતી તે વખતે મોઢું દબાવી તેણીનું અપહરણ કરીને ઉપાડી જંગલ વિસ્તારમાં લઈ ગયા અને ત્યાં બુમો પાડીશ તો જાનથી મારી ફેંકી દઈશું તેમ કહી બળાત્કાર ગુજારવાની કોશિશ કરતા તેણીએ વિરોધ કરતા માથા ઉપર બોથડ પદાર્થ મારી બન્ને શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની રાવ સાથે તેણીના પરીવારજનોએ પોલીસવડાને લેખિતમાં રજુઆત કરી હતી.

  રજુઆતમાં જણાવ્યુ હતુ કે દુષ્કર્મ આચર્યા બાદ તેણીની બેભાન અને લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેના પરીવારજનોએ તેને પ્રથમ દાંતા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે પાલનપુર લઈ જવાનું કહેતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. બનાવમાં તેણીને એમ.એલ.સી.કેસ કર્યા વિના અને દાક્તરી તપાસ કર્યા વિના અમદાવાદ રીફર કરવાનું જણાવવામાં આવ્યુ હોવાની રાવ કરી છે અને બાબતની નોંધ લઈ આરોપીઓ સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી છે.

(10:58 pm IST)