Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

એડીશ્‍નલ કલેકટર કક્ષાએ અડધો ડઝન ફેરફારઃ ભાવનગર ડેવ.ઓથોરીટી (બાડા)ના ceo તરીકે જે.કે.પટેલઃ વુડા (વડોદરા) ડેવ.ઓથોરીટીના ceo તરીકે ડી.બી.રહેવર મૂકાયાઃ વડોદરામાં ૪-૪ સ્‍થાનનો ચાર્જ ધરાવતા વડોદરાના ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશ્નર એવા મૂળ રાજકોટના પંકજભાઇ ઓંધિયાને (વુડા)ના ચાર્જમાંથી રાજય સરકારે અંતે મુકત કર્યા

રાજકોટઃ સામાન્‍ય વહિવટ વિભાગ દ્વારા જી.એ.એસ.કક્ષાના ૫ એડીશ્‍નલ કલેકટરને લાંબા સમય થયા ખાલી અને ચાર્જમાં ચાલતી જગ્‍યાની ચાર્જ સુપ્રત કરવામાં આવ્‍યા છે.

જેમાં એડીશ્‍નલ કલેકટર ડી.બી. રહેવર કે જેઓડીરપોઝલ ઓફ અર્બન ડેવ એન્‍ડ અર્બન હાઉસીંગમાં ફરજ બજાવે છે તેમને વડોદરા અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરીટી (વુડા)નો ચાર્જ અપાયો છે.

આસ્‍થાન પર વડોદરાના ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશ્નર સહિત કુલ ૪ જગ્‍યાનો ચાર્જ ધરાવતા મૂળ રાજકોટના પંકજભાઇ ઓધીયાને ‘વુડા'ના ચાર્જમાંથી તેઓની પાસેના કામના ભારણને ધ્‍યાને લઇ મુક્‍ત કરવામાં આવ્‍યા છે.

અન્‍ય જે ઓર્ડરો થયા છે તેમાં પી.પી.પટેલને સ્‍ટેટ રૂરલ હેલ્‍થ મિશનમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે મૂકાયા છે, આ સ્‍થાને ફરજ બજાવતા જી.એચ.ખાનને મૂક્‍ત કરાયા છે.

ડીસ્‍પોઝલ ઓફધ અર્બન ડેવ.એન્‍ડ અર્બન હાઉસીંગના જે.કે પટેલને ભાવનગર ડેવ.ઓથોરેટી (બાડા)માં મૂકવામાં આવ્‍યા છે.

આ સ્‍થાનનો  ચાર્જ હાલ ભાવનગર એડીશ્‍નલ કલેકટર યુ.એન.વ્‍યાસ હસ્‍તક હતો.

રીયલ એસ્‍ટેટ રેગ્‍યુલેટરી ઓથોરેટી (રેરા)ના સ્‍થાને બી.જે. પટેલની પસંદગી થઇ છે.

ગુજરાત અર્બન ડેવ.કું. લી. ગાંધીનગરના જનરલ મેનેજર આર.જી.ચૌધરીને એડીશ્‍ન કલેકટર (ઇરીગેશન)નોર્થ અને સેન્‍ટ્ર ગુજરાત,ગાંધીનગર ખાતે બદલવામાં આવ્‍યા છે.

(9:21 pm IST)