Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અેકપણ સરકારી કોલેજને મંજૂરી ન મળતા ભારે ચર્ચા

અરવલ્લીઃ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે વિવિધ પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવે છે ત્‍યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અેકપણ સરકારી કોલેજને પરવાનગી આપવામાં ન આવતા ભારે ચર્ચા જાગી છે.

રાજ્ય સરકાર દ્વારા અનેક સાયન્સ ફેર કરવામાં આવે છે. ત્યાં તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 2 વર્ષમાં એક પણ સરકારી કોલેજોને પરવાનગી આપવામાં આવી નથી. જ્યારે બીજી તરફ ખાનગી કોલેજોમાં સતત વધારો થયો છે.

આંકડા પર નજર કરીએ તો રાજ્યભરમાં 184 ખાનગી કોલેજો છે. છેલ્લા 2 વર્ષમાં 69 નવી કોલેજોને માન્યતા અપાઇ છે. 8 જિલ્લામાં એકપણ ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની કોલેજ નથી. 11 કોલેજોની પરવાનગી બાકી છે. અમદાવાદમાં ખાનગી કોલેજો 9, સરકારી કોલેજ 2 છે.

રાજકોટમાં ખાનગી કોલેજો 22 અને સરકારી કોલેજ 1 છે. વડોદરામાં ખાનગી કોલેજ 1 અને સરકારી કોલેજ 0 છે. સુરતમાં ખાનગી કોલેજ 0 અને સરકારી કોલેજ 1 છે. છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ ખાનગી સાયન્સ કોલેજની મંજૂરી જૂનાગઢમાં અપાઇ છે.

અરવલ્લીમાં સરકારી કોલેજ મુદ્દે MLA ધવલ ઝાલાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજો જીલ્લામાં નથી. ખાનગી કોલેજોના કારણે ગરીબ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. ખાનગીકરણના કારણે શિક્ષણનું સ્તર કથડી રહ્યું છે. 

(8:25 pm IST)