Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

કડીમાં પરિણીતાઅે બે વર્ષ બાદ સાસરિયાઅે ઘરેથી કાઢી મૂકતા સાસરિયા પક્ષના ઘરની બહાર બિસ્‍તરા-પોટલા સાથે રહેવાનું શરૂ કર્યું

કડીઃ કડીમાં લગ્‍નના બે વર્ષ બાદ સાસરિયાઅે ઘરેથી કાઢી મુકતા પરિણીતા સાસરિયાઓને અને પતિને પાઠ ભણાવવા માટે જંગે ચડી છે અને સાસરિયા પક્ષના ઘરની સામે બિસ્‍તરા-પોટલા બાંધી રહેવાનું શરૂ કરી દીધું છે.

પ્રાપ્ત માહિતી મુજબ કલોલ સરદાર પટેલ સોસાયટીમાં રહેતી ડિમ્પલ અશોકભાઈ પટેલના લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ કડીના થોળ રોડ પર આવેલી જયરણછોડ સોસાયટીમાં મૂળ રહેતા અને લંડન સ્થાયી થયેલા બ્રિજેશ અશોકભાઈ સાથે ગત તા. ૮-૧૦-૨૦૧૧ના રોજ થયા હતા. લગ્નના બે વર્ષ સાસરીપક્ષ દ્વારા સારી રીતે રાખતા હતા અને એક પુત્રનો જન્મ થયો હતો. આ પછી અચાનક બ્રિજેશ અને પરિવારજનો નાની-નાની બાબતોમાં ડિમ્પલને ઠપકો આપીને મારતા હતા.ડિમ્પલનું લગ્ન જીવન બગડે નહીં એટલે ચૂપચાપ સહન કરતી હતી.પછી બ્રજેશ અને તેના પરિવારજનોએ ડિમ્પલને ઘરમાંથી કાઢી મુકતા તે પિયર રહેવા ચાલી ગઈ હતી.

બે વર્ષ સુધી પતિ અને બાળકની રાહ જોઈને બેસેલી ડિમ્પલે સાસરીનો સપર્ક કરવાનો પ્રયાસ કરતા મળવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી અરજદાર( ડિમ્પલ)ને લગ્નના હક્કો પુનઃ સ્થાપન કરવા હક્કદાર બનતી હોવાનું ૨જી એપ્રિલ ૨૦૧૬ના રોજ ઠરાવ્યું હતું.બાદ ડિમ્પલ પટેલે પોલીસમાં અરજી કરી હતી. જેની જાણ થતા સાસરિયા ખંભાતી તાળુ મારી પલાયન થઈ ગયા હતા. બીજી તરફ પતિ અને સાસરીયાઓને પાઠ ભણાવવા માટે જંગે ચઢેલી ડિમ્પલ ૨૨મી ફેબ્રુઆરીથી સાસરીના ઘરની બહાર બિસ્તરા પોટલા સાથે એકલી રહે છે.

(8:23 pm IST)