Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

‌વિવિધ અણઉકેલ માંગણીઓ મુદ્દે સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાલથી રાજ્યમાં વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાતા ગરીબ પરિવારો અનાજ સહિતના પુરવઠાથી વંચિત

અમદાવાદઃ રાજ્યભરમાં વ્યાજભી ભાવના દુકાન સંચાલકોએ પાળેલા બંધનો આજે પાંચમો દિવસ છે.અને ગરીબ લોકોએ પરેશાનીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજીતરફ અમદાવાદના 100 દુકાન ધારકો ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવા ગયા છે. અમદાવાદમાં ૮૬૫ દુકાનો બંધ રહેતા તેના ૩.૬૪ લાખ એનએફએસએના રેશનકાર્ડ ધારકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની બાંહેધરી આપવામાં આવી છે. પરંતુ તે વ્યવસ્થા ઠગારી નીવળતા લાખો ગરીબ પરીવારો અનાજ સહિતના પુરવઠાથી વંચિત રહ્યા છે. અને દયનીય સ્થિતિમાં મુકાઇ ગયા છે. બારકોડેડ ઓનલાઇન સિસ્ટમમાં આધાર સાથેની મેચીંગ સિસ્ટમમાં ખામી હોવાના કારણે કાર્ડધારકોના અંગુઠા મેચ થઇ રહ્યા નથી. જેના કારણે અનાજની કુપનો નીકળતી ન હોવાથી દુકાનદાર અને કાર્ડધારકે હેરાનગતિ ભોગવવી પડી રહી હોવાનું કારણ આગળ ધરીને રેશનીંગની દુકાનોના સંચાલકો અચોક્કસ મુદ્તની હડતાળ પર છે.

(8:21 pm IST)