Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સુરતમાં પરમીટનો દારૂ વેચવાના પ્રકરણમાં ૧ મહિલા પીઅેસઆઇ અને કોન્‍સ્‍ટેબલ સસ્‍પેન્ડ

સુરતઃ સુરતમાં પરમીટનો દારૂ વેચવા મામલે એક મહિલા પીએસઆઈ તેમજ એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

15 જાન્યુઆરીના રોજ વિજીલન્સની ટીમે એક બુટલેગરને ત્યાં રેડ પાડી હતી. જ્યાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. જે અંગે વાઇન શોપના માલિક અને પીએસઆઇ અલકા હીરપરા તેમજ કોન્સ્ટેબલ જલુ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે આજે બંને પોલીસ કર્મી સસ્પેન્ડ થયા છે.

(8:20 pm IST)