Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોંગ્રેસના ૧૪ હોદ્દેદારોને હાઇકમાન્ડ દ્વારા નોટિસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી કામગીરી બદલ કોંગ્રેસના 14 હોદેદ્દારોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં મહાપાલિકાના વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમના બે સહયોગીઓને પણ નોટીસ મળી છે. જોકે દિનેશ શર્માએ પક્ષ તરફથી કોઈ નોટિસ મળ્યા અંગેની વાતનો ઈન્કાર કર્યો હતો. કોંગ્રેસે માતરથી કાળીદાસ પરમાર, નાંદોદના હરેશ મકવાણા, દિનેશ તડવીને નોટીસ ફટકારી છે. આ સિવાય કમલેન્દ્રસિંહ પુવાર, અમિત નાયક, જીમી શર્મા, હિરાબા જોટવા, ગીરિશ ડોડીયા, સુફિયાન મલેક, મુન્નાભાઈ પટેલ, પ્રવિણ પરમાર અને પ્રવિણભાઈ વાળાને પાર્ટીએ નોટીસ ફટકારી છે.

(8:32 pm IST)