Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ખેડા જીલ્લામાં અકસ્માતના જુદા-જુદા ચાર બનાવમાં 9ને ઇજા

ખેડા: જિલ્લામાં અકસ્માતની સર્જાયેલી જુદી જુદી ૪ ઘટનાઓમાં ૦૯ જેટલા લોકો ઘાયલ થયાનું બહાર આવ્યું. તમામ અકસ્માતોની ઘટનાઓ અંગે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અકસ્માતની પ્રથમ ઘટનામાં ડાકોરના ગાયોના વાડા પાસેથી ગત ૧લી માર્ચના રોજ પુરપાટ ઝડપે જતા બાઈક નંબર જીજે-૨૭,, એક્યુ-૬૩૦૮ના ચાલકે ઘનસ્યામભાઇને ટક્કર મારતા ઘનસ્યામભાઇ જમીન પર પટકાયા હતા. જેથી તેઓને કપાળ અને નાકના ભાગે ઇજાઓ થવા પામી હતી. સમગ્ર ઘટના અંગે ડાકોર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની બીજી ઘટના મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોધાઇ છે. મહંમદશરીફ મુુબારખ ખાન પઠાણ ગત તા.૦૩ માર્ચના રોજ સીએનજી રીક્ષા નંબર જીજે.૨૭.વી.૪૬૭૫ માં બેસી મહુધા પાસેથી પસાર થઇ રહ્યા હતા. જેમાં અન્ય ત્રણેક જેટલા પેસેન્જર પણ સવાર હતા. તે સમયે રીક્ષાના ચાલકે રીક્ષા પુરઝડપે દોડાવી મહુધા મહેમદાવાદ રોડ પર આવેલ પંચમુખી હનુમાનદાદાના મંદિર પાસે આગળ જતા ટ્રક પાછળ ગુસાડી દઇ અકસ્માતને અંજામ આપ્યો હતો. આઇસર ટ્રક નં.જીજે.૦૭.જીએ.૦૨૫૮ ની પાછળ રીક્ષા ગુસી જતા રીક્ષાના ડ્રાઇવર ફરિયાદી તેમજ અન્ય પેસેન્જર મળી કુલ ૩ લોકોને ઇજાઓ થતા તેમને નજીકની સરકાર ી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની ત્રીજી ઘટના સેવાલીયા પોલીસ સ્ટેસન હદ વિસ્તારમાં બની હતી. પ્રવિણસિહ તથા રાજેશ અદેસિહ જાદવ પોતાની મોટર સાયકલ પર જઇ રહ્યા હતા. તે સમયે સામેથી રોંગ સાઇડમાં આવેલા પીયાગો રીક્ષા નં.એ.ટી.૦૧૧૮ના ચાલકે પોતાની રીક્ષા પુર ઝડપે ચલાવી બાઇક નં.જીજે.૧૭.એઆર.૪૯૬૩ને ટક્કર મારી હતી જેમાં બન્નેને પગના ભાગે ફ્રેક્ચર થતા ગંભીર ઇજા થઇ હતી. સમગ્ર ઘટના બાબતે સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અકસ્માતની ચોથી ઘટના લીંબાસી પોલીસ મથકની હદમાં બની હતી. જે દરમ્યાન ફરિયાદી વિપુલભાઇ ધુળાભાઇ પરમાર (ઉ. વ.૧૯ રહે. મીલરામપુર, તારાપુર)નાઓ પોતાનુ બાઇક નં.જીજે.૨૩.બીબી.૮૬૦૯ લઇ પોતાના વતન બામણગામ તરફ જઇ રહ્યા હતા. દરમ્યાન એસ્સાર પેટ્રોલપંપ નજીક રોડ ઉપર સામેથી આવેલી કાર નં.જીજે.૨૩.એએફ. ૬૮૨૦ના ચાલકે ફરિયાદીની કારને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર સવાર મિત્રો રોડ પર ફંગોળાઇ જતા ત્રણેયને ફેક્ચર થયા હતા. જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

(7:04 pm IST)