Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

આણંદ-વિદ્યાનગરમાંથી પોલીસે બાતમીના આધારે 14 શકુનિઓને 12 હજારના મુદામાલ સાથે દબોચ્યા

આણંદ: શહેર પોલીસે નવા ભીમદેવપુરા તેમજ રગડી તલાવડી પાસે દરોડાઓ પાડીને તેમજ વિદ્યનગર પોલીસે ધોબીઘા પાસે દરોડો પાડીને કુલ ૧૪ જુગારીઓને પત્તા પાનાનો જુગાર રમતાં ઝડપી પાડીને કુલ ૧૨૮૩૦ની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી જ્યારે બે શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ અંગેની મળતી વિગતો અનુસાર શહેર પોલીસે આજે સાંજના સુમારે રગડી તલાવડી પાસે આવેલા ઝાડ નીચે ચાલી રહેલા જુગાર પર દરોડો પાડતાં નાશભાગ મચી જવા પામી હતી જેમાં જીતેશભાઈ સાકરભાઈ બારીયા તથા વીનુભાઈ રમેશભાઈ કટારા ઝડપાઈ જવા પામ્યા હતા જેઓની પાસેથી કુલ ૨૦૬૦ની રોકડ રકમ મળી આવતાં તે જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે નવા ભીમદેવપુરા પાસે આવેલા જોગણી માતાના મંદિર પાસે દરોડો પાડીને ભરતભાઈ રમણભાઈ વાઘેલા, મનિષભાઈ રાજેશભાઈ ચાવડા, રમેશભાઈ રામાભાઈ ઠાકોર, મહેશભાઈ અંબાલાલભાઈ પરમાર, ઉપેન્દ્રભાઈ કાંતિભાઈ ચાવડા, મેહુલભાઈ રઈજીભાઈ ચાવડા, દશરથભાઈ ચાવડા, રાકેશભાઈ અરવિંદભાઈ ચાવડા, નીમેષભાઈ અશોકભાઈ ચાવડા તથા નયનભાઈ રમણભાઈ ગોહેલને ઝડપી પાડીને દાવ પરથી ૧૨૧૦ તથા અંગજડતીમાંથી ૮૯૬૦ મળીને કુલ ૧૦૧૭૦ જપ્ત કર્યા હતા.
જ્યારે વિદ્યાનગર પોલીસે ધોબીઘાટ પાસે આવેલી રાજ સિનેમાના ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને મહેશભાઈ ગણેશભાઈ કોળી પટેલ તથા ઓઘડભાઈ સોઢાભાઈ ભરવાડ (રે. બન્ને બાકરોલ)ને ૬૦૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે સંદિપ ઉર્ફે ગામડી તથા હાર્દિક શાહ ફરાર થઈ જવા પામ્યા હતા.

(7:04 pm IST)