Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

પેટલાદના પીપળીયાપુરામાં ચાર કાપવાની બાબતે મહિલાને દંડા મારી ઇજા પહોંચાડતા ઈજાગ્રસ્ત

પેટલાદ:તાલુકાના બાંધણી ગામના પીપળીયાપુરામાં ગઈકાલે સાંજના સુમારે ઢાળીયામાંથી ચાર કાપી જવાની બાબતે મહિલાને લાકડનો ડંડો મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે ચાર શખ્સો વિરૂધ્ધ મહેળાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી વિદ્યાબેન મેલાભાઈ સોલંકી ગઈકાલે સાંજના છ વાગ્યાના સુમારે વાસીદું નાંખવા માટે ઉકરળાએ જતા હતા ત્યારે રણજીતભાઈ રમણભાઈ સોલંકીએ કહેલ કે તુ ઢાળીયાની ચાર કેમ કાપી જાય છે તેમ કહીને ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બુમ પાડીને મહેન્દ્રભાઈ નટુભાઈ સોલંકી, પ્રભાતભાઈ છોટાભાઈ સોલંકી તથા વિનુભાઈ છોટાભાઈ સોલંકીને બોલાવ્યા હતા. જે પૈકી મહેન્દ્રએ લાકડાનો ડંડો વિદ્યાબેનને જમણા હાથના કાંડા ઉપર મારી દીધો હતો. વિદ્યાબેનના દાદાસસરા કાનજીભાઈ વચ્ચે પડતાં તેમને ધક્કો મારીને નીચે પાડી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(7:03 pm IST)