Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સુરતના પીપલોદમાં વૃદ્ધ મહિલાને ઈમોશનલ બ્લેકમેલ કરી પરિચિત મહિલા સહીત ચાર શખ્સોએ 36.62 લાખ પડાવ્યા

સુરત:પીપલોદમાં રહેતા વૃધ્ધ દંપતિ પૈકી પત્નીને ઇમોશનલ બ્લેકમેઇલીંગ કરીને પરિચીત મહિલાએ ધંધો શરૃ કરવાના બહાને રોકડા, વ્યાજે અને લોન મળીને કુલ રૃ.૩૬.૬૨ લાખ લેવડાવ્યા બાદ આ રૃપિયા પોતાના અંગત ખર્ચ માટે વાપરી નાંખતા મહિલા, એજન્ટ અને ફાઇનાન્સર મળી ચાર સામે મની લેન્ડરીંગનો ગુનો નોંધાયો છે.
બાદમાં સાથે બિઝનેસ કરવાના બહાને રશ્મિબેને જયોતિબેનને ભોળવવાનું શરૃ કર્યું હતું. અને રશ્મિબેને પોતાની મિત્ર અને લોન અપાવવાનું કામ કરતી કીર્તીબેન કમલેશ ખાટીવાલા (રહે.પ્રાપ્તી સોસા.પીપલોદ)નો સંર્પક કરાવ્યો હતો. આ બન્નેએ ભેગા મળીને જયોતિબેનની એલ.આઇ.સી.ની પોલીસી પર લોન લીધી હતી. ઉપરાંત ફાઇનાન્સ કંપનીમાંથી પણ રૃા.૧૦ લાખની લોન રશ્મિ અને કીર્તીબેને ભેગા મળીને જયોતિબેનના નામે લીધી હતી. આટલું ઓછું હોય તેમ ચીટું ઉર્ફે ચેતન પટેલ (રહે.સારશ્વત નગર, પીપલોદ) અને બાબુભાઇ રબારી (રહે.સારૃનગર સોસાયટી, પીપલોદ) નામના ફાઇનાન્સર પાસેથી જયોતિબેનના નામે ફાઇનાન્સથી રૃપિયા લીધા હતા.
પત્ની હોસ્પિટલમાં દાખલ થતા ઘરમાં દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ ચેક કરતા રશ્મિબેને તેમની પત્નીને ભોળવીને નાણાં પડાાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તેમણે ઉમરા પોલીસમાં અરજી આપ્યા બાદ તપાસના અંતે પોલીસે રશ્મિ શાહ, કીર્તી ખાટીવાલા અને બે ફાઇનાન્સર ચીંટુ અને બાબુ રબારી સામે રૃા.૩૬.૬૨ લાખની છેંતરપીંડી અને મનીલેન્ડર્સ એકટ-૨૦૧૧ની કલમ ૪૨, ૪૪ મુજબ ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

(7:03 pm IST)