Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

બીલીમોરા રેલવે લાઈન પર ટ્રેનની હડફેટે ભાઈએ નજરની સામે બહેનને મોતના મોમાં ધકેલાતી જોય

બીલીમોરા:બીલીમોરા સ્ટેશન પર રેલવે લાઇન ઓળંગવા જતા અમદાવાદની વૃધ્ધા જમ્મુતાવી ફાસ્ટ ટ્રેન અડફટે આવી જતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સચીનથી મેમુ ટ્રેનમાં બેસી આ વૃધ્ધા બીલીમોરા પોતાના ભાઇના ઘરે આવવા નીકળ્યા હતા. તે દરમ્યાન આ ઘટના બની હતી.
બીલીમોરા સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૨ ઉપર સુરતથી આવેલી મેમુ ટ્રેનમાંથી ૧૧-૦૦ વાગ્યે અમદાવાદનાં નારણપુરા ખાતે પારસનગરમાં રહેતા કમુબેન રમણભાઇ પટેલ (ઉ.વ. ૬૭) ઉતર્યા હતા અને  રેલવે લાઇન ઓળંગીને પ્લેટફોર્મ નં. ૧ પર જતા હતા. તે સમયે  મુંબઇ તરફથી આવતી જમ્મુતાવી સુપર એક્સપ્રેસ ટ્રેનનો જોરદાર હોર્ન સતત વાગવા માંડયો હતો. તે દ્રશ્ય જોઇ અસંખ્ય મુસાફરોનાં જીવ તાળવે ચોંટયા હતા અને તેમને કમુબહેનને બૂમો પાડી ટ્રેક ઉપરથી હટી જવા જણાવ્યું હતું.
 

(7:02 pm IST)