Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સિદ્ધપુર હાઇવે પર ટ્રકે બાઇકને હડફેટે લેતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

સિધ્ધપુર:હાઈવે પર દેથળી ચાર રસ્તાથી આવી રહેલ એક બાઈક સવાર યુવાન બીદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પાસે પસાર થતી વખતે ટ્રકે બાઈક સવારને ટકકર મારતા  યુવાન પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.
મુળ યુ.પીનો અને હાલ કુવારા તા.સિધ્ધપુર ખાતે રહેતો ઈમરાન મુખ્તીયારનબી પઠાણ, શ્રઉ.વ.ર૮ )આજે  કુવારા ગામેથી સિધ્ધર કામઅર્થે ઈટોના ભઠ્ઠાના માલીકને બાઈક લઈને નીકળયો હતો તે દરમિયાન સિધ્ધપુર હાઈવે દેથળી ચાર રસ્તા તરફથી બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ તરફ આવતા પાછળ આવી રહેલા એક ટ્રકના ડ્રાઈવરે ગફલતભરી અને પુરઝડપે હંકારતા આ બાઈક સવાર યુવાન ઈમરાનના બાઈકને ટકકર વાગતા યુવાન ટ્રકની નીચે આવી જતા તેના માથા ઉપર ટ્રકનો ટાયર ફરી વળતા તેનુ ઘટના સ્થળે  મોત નિપથજયુ હતુ.
જયારે ટકકર મારનાર ટ્રકનો ડ્રાઈવર ટકકર મારીને નાસી છુટતા હતો. સિધ્ધપુરના સ્થાનિકો અને પોલીસની મદદથી  નાસી છુટેલો ટ્રકનો  પીછો કરતા હાઈવે ખળી ચાર રસ્તા તરફથી તેને પકડી પાડી સિધ્ધપુર પોલીસ સ્ટેશને હાજર કરી તેની વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:01 pm IST)