Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ઇડર નજીકની સીમમાં બાળકી પર દુષ્કર્મ આચરી લાશને સગેવગે કરનાર નરાધમ પોલીસના સકંજામાં

ઈડર:ના લાલોડાની સીમમાંથી મળી આવેલી બાળકીના મૃતદેહ સંબંધે ઈડર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા અપહરણ, હત્યા તથા દુષ્કર્મના ગુનાના આરોપીને પોલીસે બાળકીની ઓળખ બાદ ઝડપી લઈ, આ ધૃ્રણાસ્પદ ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
ઝડપાયેલ આરોપી આ પ્રકારના ગુના આચરવાની ટેવવાળો છે. અગાઉ ૨૦૦૮માં આ જ પ્રકારના ગુનામાં તેને જન્મટીપની સજા પણ થઈ ચૂકી છે. આ ઘટનાનો ભેદ ઉકેલવામાં જિલ્લા એસ.પી. સૌરભસિંઘ, ડી.વાય.એસ.પી. કે.જે. ચૌધરી ઉપરાંત ઈડર, વડાલી, જાદર, ખેડબ્રહ્મા, ચિઠોડા તથા વિજયનગર પી.એસ.આઈ.ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
મળતી વિગતો અનુસાર ઈડરના લાલોડાની સીમમાંથી ગત ૨૭ના રોજ સાંજના સુમારે એક બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. બાળકીના શરીર પરના ચિન્હો જોતાં જે તે વખતે પોલીસે અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં પી.એમ. કરાવવાનો નિર્ણય લીધો હતો. અહીં પી.એમ. કરનાર ડૉક્ટરના અભિપ્રાય બાદ પોલીસે અજાણ્યા સખ્શ વિરુદ્ધ અપહરણ, હત્યા તથા દુષ્કર્મની ફરિયાદ નોંધી બાળકીની ઓળખ માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. સાથે જ આરોપીને ઝડપી પાડવા પણ કવાયત આરંભી હતી.

(7:01 pm IST)