Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વડોદરાના વાસણામાં ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:14 શકુનિઓની 2 લાખની મતા સાથે ધરપકડ

વડોદરાઃ શહેરના વાસણા રોડ ઉપર આવેલા સેતુસેલ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર શહેર પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે 2 લાખ રૂપિયા રોકડા અને કાર-બાઈક સહિત કૂલ રૂપિયા 12 લાખના મુદ્દામાલ સાથે 14 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સેતુસેલ એપાર્ટમેન્ટમાંથી જુગારનો અડ્ડો પકડાતાં આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે શહેર પોલીસ તંત્રના એસ.ઓ.જી.ને વાસણા રોડ ઉપર આવેલ સેતુસેલ એપાર્ટમેન્ટમાં સી-304 રહેતો મેહુલ જગદીશચંદ્ર શાહ જુગારનો અડ્ડો ચલાવતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પી.આઇ. એચ.એમ. ચૌહાણે સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો.

(7:01 pm IST)