Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સુરતના સલાબતપુરામાં ચાર માળનું બિલ્ડીંગ અચાનક ધસી પડતા અફડાતફડી

સુરતઃ સલાબતપુરા વિસ્તારમાં બક્ષીની વાડી પાસે ચાર માળનું બિલ્ડીંગ એકાએક નમી ગયું હતું. જેના પગલે આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો. અને ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડે લોકોને સલામત રીતે બહાર કાઢ્યાં હતાં.

સલાબતપુરામાં બક્ષીની વાડી પાસે આવેલું નુરાની બિલ્ડીંગ નમી પડ્યું હતું. અંદાજે ચાલીસેક વર્ષ જૂનું મકાન નમી જતાં નીચે ટેકા મારવામાં આવ્યાં હતાં. જો કે, લોકોમાં ભયનો માહોલ અને ક્યારે મકાન જમીન દોસ્ત થાય તેવી આશંકાના પગલે ફાયરબ્રિગેડે મકાનને ખાલી કરાવ્યું હતું. અને લોકોને સલામત સ્થળે ખસેડ્યાં હતાં. જો કે ઘટનાની જાણ થતાં આસપાસથી લોકોના ટોળા ઉમટી આવ્યાં હતાં.

(7:00 pm IST)