Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

નડિયાદના થર્મલ પાવર સ્ટેશનમાં લિફ્ટનો તાર તૂટતાં 60 ફૂટથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત

નડિયાદ: સેવાલીયાના થર્મલ પાવર સ્ટેશન ખાતે રવિવારની સવારે યુનિટ 5 અને 6 ને કનેક્ટ કરતી લિફ્ટની દોરી તૂટતાં 60 ફુટ ઉંચેથી જમીન પર પટકાતા માથાના ભાગે થયેલ ગંભીર ઇજાઓને કારણે એક શ્રમજીવીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 શ્રમજીવીઓને ઇજા થઇ હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેફ્ટીના અભાવને કારણે થર્મલ પાવર સ્ટેશનમાં વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે.

થર્મલ પાવર સ્ટેશનમાં એક યુનિટને બીજા યુનિટથી કનેક્ટ કરતી લિફ્ટ આવેલી છે. રવિવારે સવારે યુનિટ 5માંથી યુનિટ 6માં જતી લિફ્ટમાં 3 શ્રમજીવીઓ જઇ રહ્યા હતા, ત્યારે 60 ફુટ ઉંચી આ લિફ્ટ અચાનક જ તૂટી પડતાં ત્રણેય શ્રમજીવીઓ 60 ફુટ ઉપરથી જમીન પર પટકાયા હતા, જેમાં ઉપેન્દ્ર કિશોરરાય યાદવ (ઉ.વ.18) (રહે.મોલાનપુરા,તા.જિ.શિવન, બિહાર) ને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અન્ય કર્મચારીઓ દ્વારા તુરંત જ ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન ઉપેન્દ્રનું મોત નીપજ્યું હતું, જ્યારે ગુડ્ડુસિંગ,, પ્રદીપસિંગ, બિશાલસીંગ સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઇ તેને પી.એમ. માટે મોકલી આપી, તપાસ હાથ ધરી છે.

(7:00 pm IST)