Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

જમાલુરમાં યુવકની ચપ્પુના ઘા જીકી કરપીણ હત્યાથી ચકચાર

અમદાવાદ:ના જમાલપુર વિસ્તારમાં એક યુવકની હત્યા થયાની ઘટના બની છે. જમાલપુર દરવાજા પાસે પીરણપીરની દરગાહ નજીક અઝહર નામનો યુવક ઉભો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને અઝહરને ચપ્પાના ઘા ઝીંકી મારવા લાગ્યા હતા.

બાદમાં શખ્સો ફરાર થઈ ગયા હતા. જો કે અઝહર નામનો યુવક લોહીલુહાણ હાલતમાં તેના ઘરે પહોંચ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ થતાં હવેલી પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માલૂમ થયું છે કે, પૈસાની લેવડદેવડમાં આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ પણ તપાસશે.

(7:00 pm IST)