Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

પંચમહાલ: ગોધરાના ગઢચુંદડીમાં આવેલ ખેરોલ માતાજીનું મંદિર હજારો લોકોની આસ્થાનું પ્રતીક બન્યું

પંચમહાલ:જિલ્લામાં ગોધરાથી માત્ર 10 કિમી દૂર ગઢચુંદડી ગામે આવેલું ખેરોલ માતાજીનું મંદિર હજારો લોકોની આસ્થાનું  પ્રતિક છે. ડુંગર પર બિરાજમાન ખેરોલમાતા અહીં આવતા ભક્તોની મનોકામના પૂરી કરે છે. અહિં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાથે આવે છે છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવને દર્શનાર્થીઓને વેંઠવું પડે છે. અહિં રસ્તો, પાણી, શૌચાલય નહીં હોવાથી દર્શનાર્થીઓને આપદા વેઠી રહ્યા છે તેમજ આ સ્થળનો યાત્રાધામ તરીકે વિકાસ પણ થઈ શક્યો નથી. જો કે આ મંદિર વન વિસ્તારમાં આવેલું હોવાથી, વન વિભાગ દ્વારા તેને યથા સ્થિતિમાંજ જાળવવા મથામણ કરવામાં આવી રહી છે.

ગોધરાથી દસ કિમી દુર આવેલા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ગઢચુંદડી ગામે ખેરોલ માતાજીની હજારો વરસ જૂની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. જે સ્થાનિકોમાં આસ્થાનું પ્રતીક છે. આ ઉપરાંત અનેક સ્થળોથી પણ દર્શનાર્થીઓ માનતા પૂરી કરવા માટે આવે છે. અહિં દેવસિંહ મહારાજના વડવાઓ દ્વારા છ-સાત પેઢીથી પૂજા અર્ચના કરવામાં આવે છે. ડુંગર પર બિરાજમાન  માતા ખેરોલના ધામમાં દર મંગળવારે અને રવિવારે તેમજ ચૈત્રી અને આસોની નવરાત્રીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટતું હોય છે. કીડિયારું ઉભરાયું તેમ માનવ મહેરામણ જોવા મળે છે. જોકે આ મંદિર હજીપણ તેના પ્રાકૃતિક સ્વરૂપે જ છે. વન વિભાગ દ્વારા મંજૂરી નહિં મળતી હોવાથી, આ સ્થળે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તો,પીવાનું પાણી, શૌચાલયની સુવિધાઓ ઉભી ન કરાતા ભક્તોજનોને ભારે હાલાકી વેઠવી પડે છે.

(6:59 pm IST)