Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સુરતની કમિશ્નર કચેરીની બહાર યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર

સુરત:માં ગઈકાલે પોલીસ કમિશનર કચેરીએ એક યુવકે દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કરતા ખળભળાટ મચ્યો છે. ત્યારે આજે સુરતમાં એક પરિવારની આત્મવિલોપનની ચીમકીથી પોલીસ હરકતમાં આવી ગઈ છે. એક નેપાળી મહિલાની હત્યાના આરોપી સામે વિરોધ દર્શાવવા મહિલાના પરિવારે પોલીસ કમિશનરની કચેરી બહાર આત્મવિલોપનની ચિમકી આપી છે. મહિલાના પતિએ ચીમકી ઉચ્ચારીને કહ્યું કે, જો આરોપીને જામીન મળશે તો હું આત્મવિલોપન કરીશ.

ગત વર્ષે 26મી મેના સુરતના વેસુ ખાતે એક નેપાળી મહિલા દુર્ગાની લાશ દુર્ગમ સ્થળેથી મળી આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં 21 વર્ષીય સ્ટુડન્ટ ધ્રુવનું નામ સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ પણ કરી હતી. ઘટનાને 10 મહિના વિત્યા બાદ દુર્ગાના પતિ વિજય બહાદુર બિનબહાદુર કામીએ આશંકા સાથે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, મારી પત્નીના કેસમાં પોલીસે ચાર્જશીટમાં છેડછાડ કરી છે. અને આરોપીને બચાવવા પ્રયાસ થયા છે. મહિાના પતિએ પોલીસ પર સીધો આક્ષેપ કર્યો છે. તેના પતિએ કહ્યું કે, મને ગુજરાતી આવડતું ન હોવાથી મારી પત્નીની ચાર્જશીટમાં છેડછાડ કરાઈ છે. ત્યારે મહિલાના પતિએ સુરત પોલીસ કમિશનરની ઓફિસ બહાર આત્મવિલોપનની ચીમકી આપી છે. એટલુ જ નહિ, તેણે પોતાના બાળકો સાથે આત્મવિલોપન કરશે તેવું કહ્યુ છે.

(6:59 pm IST)