Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

શ્રીમતિ ડો.ઇન્‍દુબેન રાવને વધુ એક ઇન્‍ટરનેશનલ એવોર્ડઃ શુભેચ્‍છકોમાં હર્ષ

અમદાવાદના સ્‍પે. પોલીસ કમિશ્‍નર ડો.કે.એલ.એન.રાવના ધર્મપત્‍નિ ડો.ઇન્‍દુબેન રાવના એવોર્ડ વિજેતા પુસ્‍તકથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયપાલ પણ પ્રભાવિત બન્‍યા હતાઃ વધુ એક યશસ્‍વી સિધ્‍ધિ હાંસલ કરી

રાજકોટ તા.પ : ગુજરાતના હિરા ઉદ્યોગ વિશે આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું સંશોધન કરી વિદેશની ધરતી પરથી બબ્‍બે વખત પીએચડી સાથે જે પુસ્‍તકને અનેક એવોર્ડ મળ્‍યા છે તેવા આ પુસ્‍તકના લેખિકાને નિરમા યુનિવર્સિટીના ડો.ઇન્‍દુબેન કે.રાવને વધુ એક વખત ઇન્‍ટરનેશનલ કક્ષાનો એવોર્ડ પ્રાપ્‍ત થયો છે.

ચેન્‍નાઇ ખાતે વિનસ ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશન દ્વારા સેન્‍ટર ફોર એડવાન્‍સ રિસર્ચ એન્‍ડ ડિઝાઇન-ર૦૧૮ માટે રચાયેલી એકસપર્ટ કમીટી દ્વારા ડો.ઇન્‍દુબેન કે. રાવનું પસંદ કરવામાં આવેલ.

શૈક્ષણિક કેરીયરમાં ઓતપ્રોત હોય તેવી મહિલાઓને અપાતી શ્રેણીમાં નિરમા યુનિ.ના મેનેજમેન્‍ટ વિભાગના ડો.ઇન્‍દુ રાવને એવોર્ડ મળ્‍યાના સમાચારથી જ હર્ષની લાગણી ફેલાવા પામી છે. ડો.ઇન્‍દુ રાવના ગુજરાત ઇન્‍ડસ્‍ટ્રીઝ વિશેના પુસ્‍તકની સરાહના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાજયપાલ વિ. દ્વારા થઇ છે અને છેલ્લે ડો.ઇન્‍દુબેન રાવ રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ સીનીયર આઇપીએસ અને અમદાવાદના સ્‍પેશ્‍યલ પોલીસ કમિશ્‍નર ડો.કે.એલ.એન.રાવના ધર્મપત્‍નિ છે.

(5:26 pm IST)