Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ગુજરાતમાં BJPને રાજયસભાની બે સીટથી કદાચ હાથ ધોવા પડે

ચાર બેઠકમાંથી બે કોગેંસને મળી શકે છે, ૪ રાજયસભાની સીટ માટે ગુજરાતમાં ૨૩ માર્ચે ચૂંટણી થશે : ૧૬ સીટ BJP ની વિધાનસભામાં ઘટી

નવી દિલ્‍હી, તા.પ : ગયા વષે ર્યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પછી પક્ષવાર  વિધાનસભ્‍યોની સંખ્‍યાના બદલાયેલા ગણિતમાં BJP ને નુકસાન થવાની શકયતા છે. સમગ્ર  દેશના રાજયોમાં  ખાલી પડતી રાજયસભાની પ૮ બેઠકોની ચૂંટણી ૨૩ માર્ચે  યોજાશે. એ  પ૮ બેઠકોમાંથી ચાર બેઠકો BJP શાસિત ગુજરાતની છે.

ગયા વર્ષે ડિસેમ્‍બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીતેલી બેઠકોની સંખ્‍યા ધ્‍યાનમાં લેતાં  BJP અને કોંગ્રેસ બન્‍નેને રાજયસભાની બબ્‍બે બેઠકો પ્રાપ્‍ત થવાનો અંદાજ રાખવામાં આવે છે, કારણ કે વિધાનસભામાં ૨૦૧૨માં  BJP ને ૧૧પ બેઠકો મળી હતી. એ સંખ્‍યા  ર૦૧૭માં ઘટીને ૯૯ પર પહોંચી હતી. બીજી બાજુ વિધાનસભામાં  કોંગ્રેસની સભ્‍યસંખ્‍યા ૬૦થી વધીને ૭૭ પર પહોંચી હતી.

આ ઉપરાંત  BJP માટે ઉમેદવારોની પસંદગી મૂંઝવણનો વિષય બનશે. હાલમાં રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરતા ચાર સંસદસભ્‍યોમાંથી ત્રણ કેન્‍દ્રના પ્રધાન છે. એ ચારમાંથી અરુણ જેટલી, પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેન્‍દ્રના પ્રધાનપદે છે અને ચોથા  સંસદસભ્‍ય શંકર વેગડ OBC નેતા છે. BJP માં રાજયસભાની ચંૂટણીના ઉમેદવારોનો નિર્ણય કેન્‍દ્રીય નેતૃત્‍વ લેશે.

ર૦૧૭ની ચૂંટણીનાં પરિણામો મુજબ ગુજરાત વિધાનસભામાં BJP ના ૯૯ અને કોગેંસના ૭૭ સભ્‍યો છે. રાજયસભાની ચૂંટણીના નિયમો પ્રમાણે એક ઉમેદવારને જીતવા માટે ૩૮ વોટની જરૂર પડે છે. એ સંજોગોમાં BJP અને કોંગ્રેસ  બન્‍નેને બબ્‍બે બેઠકો મળવાની શકયતા છે.

કોંગ્રેસ કોને-કોને એડ્‍જસ્‍ટ કરશે

ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં હારેલા રાજયસ્‍તરના કોંગ્રેસના આગેવાનોને રાજયસભાની ચૂંટણીમાં  એડ્‍જસ્‍ટ કરવાની શકયતા વધારે છે. ઉમેદવાર બનવાની શકયતા ધરાવતાં નામોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના  પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપરાંત ડિસેમ્‍બરની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, શકિતસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા જેવાં નામો ચર્ચાઇ રહ્યા છે. રાજયસભામાં સ્‍થાન મેળવવા માટે કોંગ્રેસમાં હાઇ કમાન્‍ડ સમક્ષ જોરદાર લોંબીઇગ ચાલતું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્‍યું હતું.

(5:19 pm IST)