Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ગુજરાતમાં ચોથા ભાગના બાળકો તેમની ઉંમરની સરખામણીએ '' ઠીંગુજી'' છે

 રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ જણાવ્યું છે કે રાજયમાં ૧ લાખ બાળકો કૃપોષણના શિકાર બનેલા છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા અન્ય અહેવાલમાં એવુ ચિંતાજનક તારણ સામે આવ્યું છે કે ગુજરાતના પાંચ વર્ષની વય જુથમાં, સરખામણીએ ઓછી ઊંચાઇ ધરાવતા બાળકોને મામલે ગુજરાત દેશના આઠમાં સ્થાને છે. હાલ ગુજરાતમાં પાંચ વર્ષ સુધીની વયનું બાળક ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ ધરાવે છે. અહિં એકવાત નોંધનીય છે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં માત્ર વસતિની અમુક  સરખામણીએ ઓછી ઉંચાઇ ધરાવે છે. આ પૈકી ૯.૫ % બાળકોની ઊંચાઇ ઉંમરની સરખામણીએ ખુબ જ ઓછી  છે. તમામ વયજુથના બાળકોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ઝારખંડ ૨૯% સાથે ટોચ ઉપર છે.

(5:07 pm IST)