Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

નિવૃત તલાટી મંત્રીના આત્મવિલોપન બાદ પાટણમાં પડતર પ્રશ્નો ઉકેલવા ૧૮ વ્યકિતઓની અલગ-અલગ આત્મવિલોપનની ચિમકી

તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પોલીસ, ફાયર ફાયટરો, એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવી દેવાઇ

 પાટણ તા.પ : નિવૃત તલાટી ભાનુભાઇના પાટણ કલેકટર ઓફીસમાં આત્મવિલોપન બાદ પ્રજમાંથી વિવિધ પ્રકારના પડતર પ્રશ્નોની માંગ ઉકેલવા આત્મવિલોપનની ૧૮ જેટલી ચીમકીઓ આવે છે.

આજે પાટણના ખાનપુર-રાજકુવાના એક અરજદારે કલેકટર ઓફીસે આત્મવિલોપનની ચીમકી આપતા, પોલીસનો કાફલો, ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સની અગમ ચેતીના પગલા તરીકે એટેન્સન રાખવામાં આવેલ છે.

ખાનપુર-રાજકુવાના પ્રશ્નને શનિવારે અરજદારને બોલાવી સંતોષકારક રીતે સમજાવામાં આવેલ છે મકવાણા નગીનભાઇ ગણેશભાઇ ખાનપુર-રાજકુવા બેન્ક કચેરી ભરવા દબાણો દુર કરવા કોમ્યુનીટી હોલ બનાવવા નકશાની સીટો બનાવા ગ્રાન્ટ ફાળવણી  કરવા નં. ૮.૬ મફતલાલના પ્લોટ ફાળવવા માંગણી હતી, જે અંગે તંત્રે તેને કાયદેસરની નિયોમનુંસાર થતી માંગણીઓ સંતોષવમાં ખાત્રી આપેલ છે.

પાટણ જિલ્લાના વતની અને હાલ સુરત બાજુમાં પોલીસ ખાતામાં ઉચ્ચ હોદો ધરાવતા એક ઉચ્ચ અધિકારીએ પણ તેમની માંગણીઓ ન સંતોષાય તે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હોવાની હકિકતો બહાર આવી રહી છે.

જિલ્લા કલેકટરની કચેરીમાં અને જિલ્લા પંચાયતમાં ઉચ્ચ પોલીસ બંદોબસ્ત, અગમ ચેતીના ભાગરૂપે ગોઠવવામાં આવ્યા છ.ે કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે લોકોને વ્યાજબી અને ન્યાયી માંગણીઓ સંતોષવા તંત્ર ખડે પગે.

(4:52 pm IST)