Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ભંગારના વેપારી અને બે બાળકીના પિતા કમલેશ સોનીના આપઘાતના પ્રયાસથી તંત્રમાં દોડધામ

સુરતના ડિંડોલી વિસ્તારના એક યુવકે પોલીસ કમિશનર કચેરીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે જાણવા મળ્યા મુજબ  ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.   સિવિલ હોસ્પિટલ મળતી માહિતી મુજબ આપઘાતનો પ્રયાસ કરનાર ડિંડોલી વિસ્તારમાં કમલેશ સોની પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે બાળકી છે. કમલેશ ભંગારનો વેપારી છે. આજે રવિવારે અચાનક પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયો હતો અને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

(6:12 pm IST)