Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ- ઈમર્જ પર આઈપીઓ બુક બિલ્ટ ઈશ્યૂ બુધવારે બંધ થશે

 અમદવાદઃ  સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રાન્ડેડ અને અન- બ્રાન્ડેડ બાસમતી તથા નોન- બાસમતી ચોખાનું પ્રોસેસિંગ અને માર્કેટિંગ કરવાનાં વ્યવસાયમાં સંકળાયેલી સર્વેશ્વર કૂડ્સ લિમીટેડ  (સેવેશ્વરઈ/ કંપની)એ હવે રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ૬૪,૬૭,૨૦ ઈકિવટી શેરનાં આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફર) સાથે મૂડીબજારમાં પ્રવેશવાની યોજના બનાવી છે. આ માટે ઈકિવટી શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂ.૮૩ રૂ.૮૫ નકકી કરવામાં આવી છે.

આઈપીઓમાંથી ઊભું થનાર ભંડોળમાંથી અમુક હિસ્સાનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે થશે, અમુક હિસ્સાનું રોકાણ પેટાકંપની હિમાલયન બાયો ઓર્ગેનિક ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડમાં થશે, અમુક હિસ્સાનું રોકાણ ખર્ચ પૂર્ણ કરવા માટે તથા કેટલાંક હિસ્સાનું રોકાણ કોર્પોરેટ ઉદ્દેશો પૂર્ણ કરવા માટે થશે.

ઈકિવટી શેરનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (''એનએસઈ'') પર થશે. જોગાનુજોગે સર્વેશ્વર ફૂડ્સ લિમીટેડ ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની અને જમ્મુ- કાશ્મીરમાંથી જમ્મુ એન્ડ કાશ્મીર બેંક લિમીટેડ પછી બીજી કંપની બનશે, જેને ''લિસ્ટેડ કંપનીનો દરજજો'' હાંસલ થશે.

(4:41 pm IST)