Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

તારાપુરના સાંઠ ચોકડીએ ટ્રેકટરની ટ્રોલી પરથી નીચે પટકાયેલ સગીરાના માથા પર ટ્રેકટરનું વહીલ ફરી વળતા કરૂણમોત :સ્કૂલેથી છૂટીને ટ્રેકટરની ટ્રોલી પર બેસીને ઘેર જતી વેળાએ અચાનક ડાબી બાજુ ગબડી પડી

અમદાવાદ : તારાપુર તાલુકાના સાંઠ ચોકડી પાસે ટ્રેકટરની ટ્રોલી પરથી નીચે પટકાયેલી સગીરાના માથા ઉપર ટ્રેકટરનું વ્હીલ ફરી વળતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું  આ અંગે ખંભાત રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.તારાપોરના સાંઠ ચોકડી નજીક આવેલા લ-મીપુરામાં રહેતી સંગીતા ચોથાભાઈ ચમોડ (ઉ. વ. ૧૭) હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે. સવારે સ્કુલેથી ટ્રેકટરની ટ્રોલી ઉપર બેસીને ઘર તરફ જતી હતી ત્યારે એકાએક ડાબી બાજુથી નીચે પડી ગઈ હતી. દરમ્યાન તેના માથા ઉપર ટ્રેકટરનું બીજુ વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ.

(4:39 pm IST)