Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અમરેલી-મોરબી જિલ્લામાં ૩૭ ઔદ્યોગીક એકમો પાસેથી વીજ બીલના ૪૬૮ લાખ લેણા

ગાંધીનગર તા. પ :.. અમરેલી અને મોરબી  જીલ્લામાં ૧ લાખ કનેકશન વધુ રકમના વીજ બીલ ન ચુકવ્યા હોય તેવા ઔદ્યોગિક એકમો અંગે કોંગ્રેસના જે. બી. કાકડીયાના એક પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે તા. ૩૧-૧ર-૧૭ ની સ્થિતિએ અમરેલી જિલ્લામાં ૭૭ ઔદ્યોગિક  એકમો પાસેથી રૂ. ૪૬૮.૯૯ ની રકમ વસુલ કરવાની બાકી છે જયારે મોરબી જીલ્લામાં ર૬૦ એકમો પાસેથી રૂ. ૪પ૭૬.૩૧ ની રકમ વસુલવાની બાકી છે.

 પાસેથી વસુલાત કરવાની જરૂરી પગલા લેવામાં આવ્યો છે. કેટલાક એકમોના વીજ જોડાણ કાયમી હંગામી ધોરણે કાપી નાખી વસુલતા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વીજ બીલની રકમ સામે વાંધો લીધો હોય તેવા ડિફોલ્ટરોના કિસ્સામાં અને લોક અદાલતમાં પડતર હોય તેવા કિસ્સામાં આખરી નિર્ણય મુજબ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત અમરેલી જિલ્લામાં ૧૬ ડીફોલ્ટરો પાસેથી રૂ. ૧૪૩.૯૦ લાખ તેમજ જિલ્લામાં ર૦૯ ડીફોલ્ટરો પાસેથી રૂ. ૩૮૩૩.૮૭ લાખ રકમની વસુલાત કરવામાં આવેલ છે.

(4:39 pm IST)