Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ભાદર-૧ સિંચાઇ યોજના માટે સરકારનું આયોજન

ગાંધીનગર તા. પ :.. રાજકોટ જિલ્લામાં ભાદર-સિંચાઇ યોજના અંગે લાખાભાઇ સાગઠીયાના પ્રશ્નના ઉતરમાં જળસંપતિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાની ભાદર-૧ સિંચાઇ યોજનામાં પાણીના કસરયુકત વપરાશ માટે સરકાર કક્ષાએ આયોજન કરવામાં આવેલ છે.

આ યોજનાની માઇનેર અને સબમાઇનોર કેનાલોને કટીંગમાં લઇ જઇ ઉદવહન સિંચાઇમાં ફેરવવાના રૂ. ૩૧૭૯.૬૮ લાખના નકશાન અને અંદાજોને વહીવટી મજુરી મળેલ છે. તે પૈકી રૂ. પ૬૦.૮૦ લાખના કામ પ્રગતિ હેઠળ છે. રૂ. ૬૬૪.૪૦ લાખના કામ પ્રગતિ હેઠળ છે. રૂ. ૧૯પ૪.૮૯ લાખની વિગત વાર તાંત્રિક મંજૂરી માટેની દરખાસ્ત મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે.

(4:38 pm IST)