Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અમદાવાદની પાંચ સહિત કુલ ૧૦ ટીપી સ્ક્રીમો મંજુર કરતી રાજય સરકાર : લોકો તથા બિલ્ડરોને થશે ફાયદો

અમદાવાદ : અમદાવાદની પાંચ સહિત કુલ ૧૦ ટીપી સ્કીમોની રાજય સરકારે મંજુરી આપતા હવે લોકોને બિલ્ડરોને લાભ થશે. લોકોને ઝડપી પ્રાથમિક સુવિધાઓ મળશે અને બાંધકામ કનિદૈ લાકિઅ પ્રવૃત્ત્િ।ઓમાં પણ વેગ આવશે. ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદની પાંચ TP સ્કિમને ગઇકાલે શનિવારે મોડી સાંજે રાજય સરકાર દ્વારા મંજૂરી આ૫વામાં આવી છે. સાથે સાથે સુરતની બે અને ભાવનગરની એક મળી સમગ્ર રાજયમાં કુલ આઠ TP સ્કિમ મંજૂર થઇ છે. અબલત, અનેક TP સ્કિમો મંજૂરીના અભાવે વર્ષોથી ધૂળ ખાઇ રહી છે. મંજૂર થયેલી નવી TP સ્કિમોથી જે તે વિસ્તારમાં નાગરિકોને રોડ, ગટર, પાણી વીજળી વગેરે જેવી પાયાની જરૂરિયાતવાળી સુવિધાઓ મળશે. સાથોસાથ બિલ્ડરોને પણ મોટો આર્થિક ફાયદો થશે, કારણ કે નવા બની ગયેલા બાંધકામો અને જમીનોના ભાવોમાં ઉછાળો આવશે.

અત્રે નોંધનીય છે કે અમદાવાદના દાણીલીમડા વિસ્તારની ટીપી ૩૫ વર્ષથી ધૂળ ખાઈ રહી છે. રાજયમાં અનેક ટીપી સ્કીમ ફાઇનલ થતી નથી. જેને કારણે ઠેર ઠેર ગેરકાયદે બાંધકામો ઉભા થઇ ગયા છે. એટલું જ નહીં, જયારે ફાઇનલ ટીપી સ્કીમ મંજૂર થાય છે ત્યારે આવા ગેરકાયદે દબાણો હટાવવાની બાબત પણ તંત્ર માટે માથાનો દુખાવો બની જાય છે.

(4:26 pm IST)