Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

આ તે કેવો સરકારનો વહિવટ ? રોજ ૧૦૦ કરોડનું કરજ, ૫૫ કરોડ વ્યાજ!

બે છેડા કયાંથી ભેગા થાય? વર્ષ ર૦૧૮-૧૯ માં જાહેર દેવાથી ૩૬૮૦૧ કરોડ મેળવાશે, મુદલ-વ્યાજ માટે રૂ. ૩પ૬૧૩.૩૯ કરોડ ખર્ચાશે

 ગાંધીનગર, તા. પ :  ગુજરાતની આર્થિક સ્થિતિનો ચિતાર આપતી માહિતી સરકારે વિધાનસભામાં રજુ કરેલ તે મુજબ ર૦૧૮-૧૯માં રાજય સરકારે સરેરાશ દૈનિક રૂ. ૧૦૦.૮ર કરોડનું દેવુ કરશે અને રૂ. પપ.ર૮ કરોડ વ્યાજ ચુકવશે. સરકારનો વહીવટ કેવી રીતે ચાલે છે તે આ આંકડાઓ પરથી ખ્યાલ આવે છે.

સરકારે ગૃહમાં આપેલ માહિતી મુજબ જયારે વર્ષ ર૦૧૮-૧૯માં રાજય દ્વારા અંદાજીત રૂ. ૩૬૮૦૧ કરોડની રકમ જાહેર દેવાથી ઉભી કરાશે અને પાછલા દેવાના મુદલ અને વ્યાજે ચુકવણી પેટે રૂ. ૩પ૬૧૩.૩૯ કરોડની રકમ ખર્ચાશે. રાજય સરકારે જે તે સમયે જયારે વિકાસના કામો માટે જાહેર દેવાથી નાણા ઉભા કરે છે ત્યારે કયા વિકાસના કામ માટે જાહેર દેવા કરાય છે, તેની માહિતી નાગરિકોને જાહેર માધ્યમોથી આપવી જોઇએ. જયારે નાગરિકોના વિકાસ અને કલ્યાણ માટે જાહેર દેવા કરવામાં આવે છે અને નાગરિકોના કરવેરાઓથી દેવાની મુદલ અને વ્યાજ ચુકવણી કરવામાં આવે છે.

રાજય જાહેર દેવાની મુદલ અને વ્યાજની ચુકવણી પણ કરવાની હોય છે. આમ એક એનાલીસીસ કરવામાં આવે કે રાજય દ્વારા દેવાથી એકત્રિત આવકના આંકડા સામે, મુદલ અને વ્યાજ ચુકવણી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે. તો એવું ફલિત થાય છે કે જાહેર દેવાથી એકત્રિત નાણાકીય રકમ સામે (ડેબીટ સર્વીસ) એટલે મુદલ અને વ્યાજ ચુકવણીની સંયુકત ખર્ચની રકમ એકત્રિત થયેલ જાહેર દેવાની રકમ કરતાં વધારે હોય છે. વર્ષ ર૦૧૮-૧૯માં રાજય સરકાર દૈનિક રૂ. ૧૦૦.૮ર કરોડ દેવુ઼ કરશે અને રૂ. પપ.ર૮ કરોડ વ્યાજ ચુકવણી કરશે.

(3:40 pm IST)