Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ગુજરાતમાં હાઇવે પર શૌચાલય બનાવવા સહયોગ આપવા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પહેલ

ગાંધીનગર : ગુજરાતમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાતમાં હાઇવે પર જાહેર શૌચાલય બનાવવા બીડુ ઝડયું છે. GCCI એ ગુજરાતના સ્ટેટ અને નેશનલ હાઈવેઝ પર સ્વચ્છ શૌચાલયની સુવિધા પુરી પાડવાની જવાબદારી ઉઠાવી છે. આ પ્રોજેકટને સંયુકત રીતે પાર પાડવા માટે સ્ટેટ ટૂરિઝમ અકિલા ડિપાર્ટમેન્ટ અને પેટ્રોલ પંપના માલિકો સાથે વાતચીત ચાલી રહી હોવાનું GCCIના પ્રમુખ શૈલાષ પટવારીએ જણાવ્યું છે. હાઈવે પર શૌચાલય ઉભા કરવાની ખુબ જ જરૂર છે. ગુજરાતમાં આવતા વિદેશી પ્રવાસીઓ અને બિઝનેસ ડેલિગેટ્સ પર આના કારણે ગુજરાતનો નકારાત્મક પ્રભાવ પડે છે. માટે હાઈવે પર લગભગ દરેક ૬૦-૭૦ કિલોમીટર વચ્ચે શૌચાલય ઉભા કરવાનો વિચાર ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શૌચાલયને રિનોવેટ કરવાના અને નવા શૌચાલય ઉભા કરવાના પાઈલોટ પ્રોજેકટનું કામ એપ્રિલથી શરૂ કરવામાં આવશે, સૌથી પહેલા અમદાવાદથી સોમનાથ અને સાસણ ગીર જતા રસ્તા પર કામ શરૂ થશે. ગુજરાત રાજયના ટૂરિઝમ વિભાગે પણ આ પ્રકારનો પ્રસ્તાવ મળ્યો હોવાની વાતની પૃષ્ટિ કરી છે. gcciના પ્રમુખે આગળ જણાવ્યું કે, સરકાર અને પેટ્રોલ પંપના માલિકો સાથે પ્રાથમિક વાતચીત ચાલી રહી છે. આ પ્રોજેકટ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર કામ કરશે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અરવિંદ ઠક્કર કહે છે કે, મોટાભાગના પેટ્રોલ પંપ્સમાં શૌચાલયની વ્યવસ્થા હોય જ છે, પરંતુ તેની જાળવણી રાખવી એક પડકાર છે. અત્યારે આ પ્રોજેકટની ચર્ચા ચાલી રહી છે.(૩૭.૨)

 

(1:12 pm IST)