Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ગુજરાતમાં પાણીની અછતની સ્થિતિને પહોંચી વળવા સરકાર સક્રિય બની : ટેન્કર દ્વારા પાણી આપવા ર૦૦ કરોડની સ્પેશ્યલ ગ્રાંટની ફાળવણી

ગાંધીનગરઃ રાજયમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની અછતની બૂમરાણ શરૂ થઈ ગઈ છે. શનિવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓની આ અંગે બેઠક મળી હતી. જેમાં રાજય સરકારે લોકોની પાણીની માંગ પૂર્ણ કરવા માટે અછતગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર વાટે પાણી પૂરૂ પાડવા સ્થાનિક પાણીના વધુ સોર્સ તૈયાર કરવા માટે પ્રાથમિક ધોરણે રૂ. ૨૦૦ કરોડની સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી છે. તેમજ જિલ્લા અનુસાર અછતગ્રસ્ત વિસ્તારોમાં તકેદારીના પગલા લેવા માટે દરેક જિલ્લા કલેકટર્સને પણ જણાવી દેવામાં આવ્યું છે. નર્મદા અકીલા ડેમ, કલ્પસર યોજના અને પાણી વિતરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી જે.પી. ગુપ્તાએ કહ્યું કે, 'મુખ્યમંત્રીએ સૌથી વધુ પ્રભાવિત એવા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્ત્।ર ગુજરાતના વિસ્તારો અંગેની માહિતી મેળવી હતી. જે બાદ સ્થાનિક પાણીના સ્ત્રોતને પુનર્જિવિત કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ ડેમોના યોગ્ય ઉપયોગ માટે સરકારે રૂ. ૨૦૦ કરોડની ખાસ ગ્રાંટ પણ ફાળવી આપી છે તેની વ્યવસ્થા કરાશે. સૌરાષ્ટ્રના સ્થાનિક ડેમોમાં પાણી છે પરંતુ તેને ડિસ્ટ્રિબ્યુટ કરવાની પૂરતી વ્યવસ્થા નથી.' 'દરેક જિલ્લા કલેકટર્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના જિલ્લામાં પાણી વિતરણ અને પૂરવઠા અંગે સાપ્તાહિક બેઠક કરે અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર રાજય સરકારને આપે. 'રાજય સરકારે નર્મદા કેનાલથી અન્ય નહેરોમાં જતા પાણીના જથ્થાને અટકાવવાનો નિર્ણય લીધો છે. હાલ ફકત મુખ્ય કેનાલમાં જ પાણી જશે. મુખ્ય સચિવ દરેક સપ્તાહે રાજય કક્ષાએ પાણીની સ્થિતિનો અભ્યાસ કરશે.

દરેક કલેકટર્સને પણ જણાવાયું છે કે પોતાના જિલ્લામાં પાણીનો વેડફાટ ઘટે અને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે અવેરનેસ ડ્રાઈવ ચલાવે.'(૩૭.૨)

(11:49 am IST)