Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

CBSE બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટમાં-દેશભરમાં ર૮ લાખ ર૪ હજાર પરીક્ષાર્થીઓ આપશે મહત્વની કસોટી

રાજકોટ તા. ૧પ : વિદાય લેતા ર૦-૧૭-૧૮ ના શૈક્ષણીક વર્ષ માટે આજથી ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષાનો દેશભરમાં શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. રાજકોટ શહેરમાં ડીપીએસ અને કેન્દ્રીય વિદ્યાલયમાં ધો. ૧૦ ના ૪પ૦ અને ધો. ૧ર ના ૩૦૦ છાત્રો પરીક્ષા આપી રહ્યા છે.  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન દ્વારા આજથી ધો. ૧૦ અને ૧ર ની જાહેર બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. સમગ્ર દેશમાં આ વર્ષે ર૮.ર૪ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સીબીએસઇ દ્વારા પ મીથી શરૂ થનાર ધો. ૧૦ અને ૧ર ની મુખ્ય બોર્ડ પરીક્ષા થનાર છે. જેમાં આ વર્ષે સીબીએસઇ દ્વારા કેટલાક નવા નિયમો કરવામાં આવ્યા છે. ગુજરાત રીજિયનનો અજમેર રીઝિયનમાં સમાવિષ્ટ થાય છે ત્યારે અજમેર રીજિયનમાં ૩.ર૪ લાખ વિદ્યાર્થી - વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં ધો. ૧૦ માં ૧.૮૧ લાખ અને ધો. ૧ર માં ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ છે. જયારે સમગ્ર દેશમાં ર૮.ર૪ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સમગ્ર દેશમાં વિવિધ રીઝિયનમાં એક સાથે પરીક્ષઓ લેવાશે. આ વર્ષે ધો. ૧૦ માં ર૯ હજાર  વિદ્યાર્થીઓ ગત વર્ષ  હજાર વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા ઓછા નોંધાયા છે.(પ.૧૪)

 

 

(11:49 am IST)