Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

રાજયસભામાં રૂપાલા-માંડવિયા રીપીટ થાય તો નવો ઇતિહાસ

આજથી આવતા સોમવાર સુધી ફોર્મ ભરી શકાશેઃ જો બેમાંથી એકને નિવૃત કરવામાં આવે તો સંગઠનમાં ઉપયોગ

રાજકોટ તા.૫: રાજયસભાની ૪ બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતા ફોર્મ ભરવાની મુદત શરૂ થઇ છે ૧૨ માર્ચ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપના ૪ સભ્યો અરૂણ જેટલી, પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા (ત્રણેય કેન્દ્રીય મંત્રીઓ) અને શંકર વેગડ નિવૃત થઇ રહ્યા છે. હાલના સંખ્યાબળ મુજબ ભાજપ અને કોંગ્રેસ બન્નેને બબ્બે બેઠકો મળે તેમ છે. ગુજરાતમાં મોદીનો સૂરજ તપ્યો પછી ગુજરાતના કોઇ અગ્રણીને સતત બીજી વખત રાજસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી તેથી જો રૂપાલા અને માંડળિયા તે બન્નેને અથવા બે પૈકી કોઇ એકને ફરી રાજયસભામાં મોકલવામાં આવે તે પ્રદેશ નેતાને રીપીટ કરવાનો નવો ઇતિહાસ સર્જાશે કોળી સભ્ય નિવૃત થઇ રહ્યા હોવાથી શું કરવું? તે પણ પાર્ટી માટે પ્રશ્ન છે. રૂપાલા અને માંડવિયા બન્નેને રાજયસભામાંથી નિવૃત કરી દેવામાં આવે તેવી શકયતા નહિવત જણાય છે જો બેમાંથી એકને જ રાજયસભામાં મોકલવામાં આવે તો નિવૃતથનાર સભ્યને પ્રદેશના સંગઠનમાં ચૂંટણીલક્ષી મહત્વનું સ્થાન મળવાની શકયતા છે.

(11:48 am IST)