Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સરદાર સરોવર ડેમમાં ૧૦ દિવસમાં ૨ મીટર ઘટયું પાણીનું લેવલ

૩૦ વર્ષમાં પહેલી વાર ઓછું પાણીઃ ચિંતાજનક સ્થિતિ

ભરુચ/સુરત તા. ૫ : નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોનીમાં આવેલા સરદાર સરોવર ડેમમાં શનિવારના રોજ પાણીનું લેવલ ૧૧૦.૫૧ મીટરથી ઘટીને ૧૦૮.૨૬ મીટર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ૨૦મી ફેબ્રુઆરીના રોજ ૧૧૦.૫૧ મીટર લેવલ નોંધવામાં આવ્યુ હતું.

આ અત્યંત ચિંતાનજક સ્થિતિ છે, કારણકે આ સીઝનમાં સરદાર સરોવર ડેમમાં પાણીનું પ્રમાણ ૧૨૭ મીટર સુધી જ પહોંચ્યુ હતુ, જે તેની ફુલ કેપેસિટી કરતાં ઓછું છે. નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારમાં પહેલીવાર નાની નાની ટેકરીઓ અને ઝાડ જોવા મળ્યા હતા.

નર્મદા અને ભરુચ જિલ્લાના લોકોનું કહેવું છે કે તેમણે પાછલા ૩૦ વર્ષમાં નર્મદા નદીમાં પાણીનું પ્રમાણ આટલું ઓછું કયારેય નથી જોયું. નદીમાં ઈન્દિરા સાગર ડેમ તરફથી આવતો પ્રવાહ અત્યારે લગભગ નહિવત્ત્। છે. જો કે રાજય સરકારના અધિકારીઓનું કહેવું છે કે, આ વર્ષે પાણીની તંગી છે, પરંતુ લોકોએ ચિંતા કરવાની જરુર નથી.

અધિકારીઓનું માનવું છે કે આ ચોમાસામાં રાજયમાં પડી રહેલી આ પાણીની તંગીની મુશ્કેલી દૂર થઈ જશે.(૨૧.૮)

(11:34 am IST)