Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

મોટા બંગલામાં ઘરફોડી કરતો કરોડપતિ ચોર સુરેશ મકવાણાને 20 લાખના મુદામાલ સાથે અમદાવાદ ક્રાઇમ બાંચે ઝડપી લીધો

પુત્રના લગ્નમાં ચોરી કરાયેલ રૂપિયામાંથી 8 લાખની કાર ગિફ્ટમાં આપી હતી : સોની મિત્રની પણ ધરપકડ

અમદાવાદ : અમદાવાદમાં મોટા બંગલામાં ઘરફોડ ચોરી કરતા એક શખ્શને ક્રાઇમ બ્રાન્ચે 20 લાખના મુદામાલ સાથે ઝડપી લીધો છે વૈભવી લાઈફ સ્ટાઈલથી રહેતા આ કરોડપતિ ચોર પોશ વિસ્તારમાં સારા બાંગ્લો જોઈને જ ચોરી કરતો હતો.અને  પોતાના દીકરાના લગ્નમાં ચોરીના જ રૂપિયાથી 8 લાખની કાર પણ ગિફ્ટમાં આપી હતી. 

ઇંચાઇમાં નાનો દેખાતો આ ચોર કેટલીય ચોરીઓને અંજામ આપી ચૂક્યો છે. બાર વર્ષથી ફક્ત મોટા બંગલાઓમાં ચોરી કરનાર  મૂળ ધોળકા પાસેના એક ગામડાનો અને હાલ વેજલપુરમાં રહેતો સુરેશ મકવાણા ઉર્ફે સુખો છેલ્લા બાર વર્ષથી એકલા હાથે ચોરી કરતો અને મોટા મોટા બંગલાઓને જ ટાર્ગેટ કરતો હતો.સુખો કોઈને પણ તેની સાથે ચોરી કરવામાં સાથે રાખતો ન હતો. રાત્રે ટાર્ગેટ કરેલા મકાન પાસે ગાડી પાર્ક કરીને આરોપી સુખો ગ્રીલ તોડીને ચોરી કરતો હતો. ત્યારબાદ તે ચોરીના રૂપિયાથી પોતાની લાઈફ મસ્ત રીતે માણતો હતો.

સુખો ચોરેલા ઘરેણાં તેના એક મિત્ર પ્રકાશ સોનીને આપતો હતો.પ્રકાશ સોની આ સોનુ ગાળીને તેને સોનાની બંગડીઓ બનાવી આપતો હતો. પોલીસે તેના સોની મિત્રની પણ ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી સુખો પાસેથી એક ઇકો કાર, એક નવી કાર, રોકડ રકમ અને 3650 ડોલર મળીને કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ શહેરના 6 જેટલી મોટી ચોરી સુખોની હાલ અન્ય ગુનાઓ અંગે પૂછપરછ ચાલી રહી છે.

 

(9:08 am IST)