Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

દારૂ પ્રકરણમાં બેદરકારી બદલ ભરૂચના પીઆઇ સહીત છ પોલીસ સસ્પેન્ડ

ધુળેટીના દિવસે લાખોનો વિદેશી દારૂ એ ડિવિઝન મથકની હદમાં મળી આવતા કાર્યવાહી

ભરૂચ ;દારૂ પ્રકરણમાં બેદરકારી બદલ ભરૂચના પીઆઇ સહીત છ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં છેલા ઘણા સમય થી વડોદરા રેન્જ ના ડી આઇ જી ની ખાસ ફોર્સ આર આર સેલ દ્વારા કેટલા બૂટલેગરો ની વિદેશી દારૂના મોટા જથા સાથે ધરપકડ કરાઈ છે ત્યારે ભરૂચમાં ધુળેટીના દિવસે આર.આર.સેલની ટીમે રૂપિયા 5.63 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. 

 આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ શહેર  એ ડિવિઝન પોલીસ મથકની હદમાં મળી આવતા પોલીસ અધિક્ષક સંદીપ સિંઘ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.સહિત કુલ 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

કુખ્યાત બુટલેગર બબુલ પાટણવાડીયા દ્વારા આ વિપુલ માત્રા નો દારૂનો જથ્થો શહેર માં લવાયો હતો.

 

(9:08 am IST)