Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ડીસામાં પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી તેલ અને ચોખાનો જથ્થો ગાયબ

ગોડાઉનનું શટર તોડીને તસ્કરી :સરકારી તેલના 57 ડબ્બા અને ચોખાની 48 બોરીની ચોરી :સીસીટીવી કેમેરાનો અભાવ

બનાસકાંઠાના ડીસામાં રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી તેલ તેમજ ચોખાનો જથ્થો ગાયબ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે સરકારી ગોડાઉનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા ડીસા દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે

  આ અંગેની વિગત મુજબ ડીસામાં રાજય સરકારનું નાગરિક પુરવઠા નિગમનું ગોડાઉન આવેલું છે આ બંધ ગોડાઉનમાં સરકાર હસ્તકનું તેલ અને ચોખા, ઘઉંના જથ્થાનો સગ્રહ કરાયો હતો ત્યારે ધુળેટીની રજાઓ દરમિયાન આ ગોડાઉન સટર તોડી અજાણ્યા શખ્સો અંદર પ્રવેશ કરી ગોડાઉનમાં પડેલા સરકારી તેલના 57 ડબ્બા તેમજ ચોખાની 48 બોરીની ચોરી થયાનું માલુમ પડતા ગોડાઉન મેનેજર દોડી આવ્યા હતા.
   આ બાબતે ગોડાઉન મેનેજર મગનભાઈ અસારીનું કહેવું છે કે ધુળેટીની રજાઓ દરમિયાન ચોરી થવા પામી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે આ ગોડાઉનમાં સરકારે cctv કેમેરા લગાવ્યા ન હોવાનું મેનેજરે જણાવ્યું હતું.સરકારી ગોડાઉનમાં થયેલી 1.35 લાખની ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ સ્કવોર્ડની મદદ લઈને આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી. ગોડાઉનમાં કામ કરતા તમામ મજૂરોને ભેગા કરી તેમની પણ પૂછપરછ હાથ ધરી હતી.

    ડીસામાં આવેલા રાજ્ય સરકારના ગોડાઉનમાં કરોડો રૂપિયાના સરકારી ઘઉં,ચોખા,તેલ,નો જથ્થો રાખવામાં આવતો હોય છે. પરંતુ ગોડાઉનમાં cctv કેમેરા નથી કે ચોકીદાર પણ રાખવામાં આવતા નથી. જેને લઈને કરોડોના સરકારી માલની સુરક્ષા પર સવાલો ઉભા થયાં છે ત્યારે હાલ થયેલી ચોરી બાબતે પોલીસ ફરિયાદના આધારે તપાસ ચલાવી

(9:26 pm IST)