Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

સાબરકાંઠામાં અકસ્માતના ગુનામાં વધારો થતા 200 કરોડના ખર્ચે સીસીટીવી લગાવાશે

સાબરકાંઠા: જિલ્લામાં ચોરીલૂંટફાટ તથા અકસ્માતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ વાહનચાલકો પણ ટ્રાફીકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠાને સંપૂર્ણ રીતે સીસીટીવીથી સજ્જ કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે પ્રથમ તબક્કામાં હિંમતનગરમાં વિવિધ સ્થળે મળી અંદાજે રૂ.૧૦ કરોડના ખર્ચે નાઈટવિઝન વાળા ૨૦૦ કેમેરા લગાવવામાં આવશે જે મુજબ હિંમતનગરમાં કેટલાક સ્થળે આવા અદ્યતન કેમેરા લગાવી દેવાયા છે.

  જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલીકના દાવા મુજબ સાબરકાંઠાના મુખ્ય મથક એવા હિંમતનગર શહેરમાં લૂંટ અને ગુનાખોરીના બનાવોમાં ઘટાડો થાય તથા ઘણી વખત અકસ્માત સર્જી ભાગી જતા વાહનચાલકોને શોધવામાં પોલીસને મહેનત કરવી પડે છે તથા રાત્રીના સમયે થતી ચોરી અને લૂંટફાટની ઘટનાઓના સુરાગ મેળવવા માટે પોલીસને  મથામણ કરવી પડે છે.

 

(4:54 pm IST)