Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

દહેગામ: કોન્ટ્રાકટર દ્વારા બોગસ ગટરલાઇન નાખી દેવાતા નોટિસ ફટકારાઇ

દહેગામ:કોન્ટ્રાકટરો દ્વારા બોગસ અને તકલાદી કામકાજ થવાના અનેક ઉદાહરણ સામે આવતા રહેતા હોય છે પણ આવા બોગસ કામકાજ કરનારા કોન્ટ્રાકટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બહુ થાય તો એકાદ નોટિસ આપી જતુ કરવામાં આવે છે અને કોન્ટ્રાકટરોને આવી ધાંધલી કરવાની હિંમત અધિકારીઓ અને સ્થાનિક નેતાઓના સપોર્ટથી મળતી હોય છે. પ્રાપ્ત વિગતો અનુસાર દહેગામ તાલુકાના હાલીસા ગામમાં ગટરની લાઈન તો નાંખવામાં આવી પણ કદાચ લાઈન નાંખતી વખતે ભુલાઈ ગયું કે ગટરની લાઈન જમીનની અંદર હોય છે.

જમીનથી બહાર નાંખવામાં આવેલી ગટરલાઈનને લઈ અને સ્થાનિક ગ્રામજનોએ ફોટા વાઈરલ કર્યા હતા. વાઈરલ મેસેજમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હાલીસામાં વિકાસ ગાંડો થયો છે. ગટરનીલાઈન ઉપર નાંખી દીધી છે અને ગામડાની ભોળી પ્રજાને પણ ગટરની લાઈન કયાં નાંખવાની હોય તે ખબર હોય છે તો શું સ્થાનિક સરપંચ કે તલાટીની નજરમાં ગટરલાઈન નહીં આવી હોય? અને જો આવી હશે તો કેમ નજરઅંદાજ કરી હશે તે એક પ્રશ્ન છે.

(4:54 pm IST)