Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

સુરતના પાંડેસરામાં 9 વર્ષીય બાળકીને લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા માટે અંતિમ સમયે બચાવી લીધી

સુરત:પાંડેસરામાં ગત બપોરે ઘર નજીક રમતી નવ વર્ષીય બાળકીને વિમલ લાવી આપવાના બહાને પોતાના રૂમમાં બોલાવી પાડોશી યુવાને તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકી સાથે રમતા તેના ભાઈએ અંગે તેની માતાને જાણ કરતા તે દોડી ગઈ હતી.તેથી બાળકી બચી જવા પામી હતી. તે સમયે સ્થળ ઉપરથી ભાગી છૂટેલા પાડોશી યુવાનને બાદમાં પાંડેસરા પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતી નવ વર્ષીય બાળકી નિર્ભયા (નામ બદલ્યું છે) ગત બપોરે પોતાના ઘર નજીક રમતી હતી ત્યારે સામે રૂમમાં રહેતા નંદન ચંદેશ્વર શાહુએ ઉપર થી રૂ.૧૦ ફેંકી વિમલ લાવી આપવા કહ્યું હતું. આથી નિર્ભયા બાજુમાં રહેતી એક બાળકી સાથે તેના રૂમ ઉપર વિમલ આપવા પહોંચી હતી. રૂમની બહાર ઉભેલા નંદને નિર્ભયાને રૂમની અંદર મોકલી હતી અને તેની પાછળ જઇ મોઢું દબાવતા સાથે આવેલી બાળકી ત્યાંથી ભાગી હતી. નંદને નિર્ભયાને ચડ્ડી ઉતારવાં કહેતા તે રડવા માંડી હતી.

(4:52 pm IST)